GSTV
Home » News » નીતિ આયોગની બેઠકમાં સામેલ નહીં થાય મમતા બેનર્જી, PM મોદીને પત્ર લખીને કહ્યું કે…

નીતિ આયોગની બેઠકમાં સામેલ નહીં થાય મમતા બેનર્જી, PM મોદીને પત્ર લખીને કહ્યું કે…

પશ્વિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે શરૂ થયેલા વિવાદ બાદ સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠક અંગે પીએમ મોદીને પત્ર લખ્યો. મમતા બેનર્જીએ પત્રમાં જણાવ્યુ કે, નીતિ આયોગ પાસે કોઈપણ પ્રકારનો નાણાકીય અધિકાર નથી. જેથી નીતિ આયોગની બેઠકમાં સામેલ થવાનો કોઈ મતલબ નથી.

જેથી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવામાં નહીં આવે.   મહત્વપૂર્ણ છે કે, પશ્વિમ બંગાળમાં ભાજપે લોકસભાની ચૂંઠણીમાં 18 બેઠક પર જીત હાંસલ કરતા મમતા બેનર્જીના કિલ્લામાં ભૂકંપ આવ્યો છે. જેથી મમતા બેનર્જી સતત ભાજપનો વિરોધ કરી રહ્યા છે.

હવે દીદીએ બંગાળમાં ભાજપના વિજય સરઘસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો

પશ્વિમ બંગાળમાં ભાજપ પર હિંસાનો આરોપ લગાવનાર સીએમ મમતા બેનર્જીએ રાજ્યમાં ભાજપના વિજય સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો. મમતા બેનર્જીએ જણાવ્યુ કે, રાજ્યમાં ભાજપ દ્વારા હિંસા ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેથી રાજ્યમાં ભાજપને વિજય સરઘસ કાઢવા દેવામાં નહીં આવે અને જે કોઈપણ પ્રતિબંધનું પાલન નહીં કરે તેની વિરૂદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મમતાએ આ પ્રકારની જાહેરાત પરગનામાં કરી. જ્યાં તેઓ મૃત્યુ પામેલા ટીએમસીના કાર્યકર્તાના પરિવાર સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં કોઈપણ નેતા કોમી તોફાન કરાવવાની કોશિશ કરશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપ બંગાળમાં રાજકીય લાભ માટે હિંસા ફેલાવી રહ્યુ છે.  પરંતુ બંગાળમાં કોઈને પણ હિંસા ફેલાવવા દેવામાં નહીં આવે.

Read Also

Related posts

ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં PM મોદીનું સંબોધન, ભારત અને ભૂતાનના સંબંઘો વિશે કહી આ વાત

Arohi

વેલાવાળા શાકભાજીને જીવાતથી કેવી રીતે રક્ષણ આપશો ?

Mayur

જાણો મુંબઈમાં બેઠાં બેઠાં કચ્છની ખેતીનું ધ્યાન રાખતા એક આધુનિક ખેડૂતને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!