નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીના અવસરે કલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં જય શ્રીરામના નારાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ભાષણ આપવાની મનાઈ કરી દીધી. હવે નારેબાજીને લઈને તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ છંછેડાયું છે.

ભાજપ નેતા અને હરિયાણાના મંત્રી અનિલ વિજે ટ્વીટ કરી કહ્યું કે, જય શ્રી રામનો નારો મમતા બેનર્જી માટે એવું છે જેમ સાંઢ માટે લાલ કપડું હોય. આ કારણ છે કે તેમણે આજે વિક્ટોરિયા મેમોરિયલમાં પોતાનું ભાષણ રોકી દીધું.

આ પહેલાં TMC નેતાઓએ નારેબાજીને લઈને ભાજપ પર નિશાન સાધ્યું. TMC સાંસદ નુસરત જહાંએ કહ્યું કે, રામનું નામ ગળે લગાવીને બોલો નહી કે ગળું દબાવીને. હું સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી સમારોહમાં રાજકિય અને ધાર્મિક નારેબાજીની નિંદા કરું છું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 11 જિલ્લાપંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- LIVE: જિલ્લા પંચાયત, ન પાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીની પરિણામોમાં કાંટાની ટક્કર
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક
- કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી