GSTV
Gujarat Government Advertisement

વિવાદ / ઓક્સિજન વિના થયેલા મોતની પણ ક્રેડિટ લો, મમતા પીએમ મોદી માટે બની શકે છે સૌથી મોટો ખતરો

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર ફરી વાર આકરા પ્રહારો કર્યાં હતાં. આ સાથે મમતા બેનર્જીએ રાજ્યોના એક યુનિયનની માંગ કરી હતી, આ યુનિયન થકી કેન્દ્ર દ્વારા વારંવાર એક રાજ્યને ટાર્ગેટ કરવાની નીતિને અટકાવી શકાશે. મમતાએ કહ્યું કે, ‘કોરોનાને કારણે ખેડૂતથી લઈ સમગ્ર દેશ સુધી બધા જ સમસ્યાઓમાં ઘેરાયેલા છે.

mamta banerjee

કેન્દ્રની ખોટી નીતિને કારણે ઘણા લોકોના મોત થયા. યુપીમાં નદીઓમાંથી લાશો મળતી રહી. હું વિપક્ષના તમામ લોકોને અપીલ કરીશ કે બધાં એક સાથે આવે અને એકજૂટ થાય. યુનિયન બનાવે જેથી કેન્દ્ર એક-એક કરી વિપક્ષ રાજ્યોને નિશાન ના બનાવે, જો કેન્દ્ર આમ કરે તો બધા રાજ્યો તેમની વિરુદ્ધ મોર્ચો ખોલે.

ઓક્સિજન

વેક્સિન પર જીએસટી લગાવી કેન્દ્ર સરકાર લોકોના જીવ સાથે ચેડા કરવા જેવું કામ કરે છે. વડાપ્રધાન મોદી દરેક સ્થળે ક્રેડિટ લેવા માંગે છે તો તેઓ આગ્રામાં ઓક્સિજન ના મળતા લોકોના મોત થયા તેની પર ક્રેડિટ કેમ નથી લેતા? અમે બંગાળમાં 2 કરોડ લોકોનું વેક્સિનેશન કર્યું. જ્યારે વડાપ્રધાને ભાષણ આપવા સિવાય કંઈ કર્યું નથી. અમે માત્ર એક જ વાત કહીશું કે, વડાપ્રધાન મોદીને હટાવીને રહીશું.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!