GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

PM મોદીથી પણ આગળ નીકળ્યા આ રાજ્યના મુખ્યમંત્રી : 2021 સુધી ફ્રી મળશે રાશન, ભાજપને લાગશે ઝટકો

કોરોનાકાળમાં ગરીબોને સરકાર ફ્રી રાશન આપી રહી છે. હવે આ રાશનના બહાને રાજનિતી હિત સાધવાની કોશીશ પણ શરૂ થઈ ગઈ છે. પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફ્રી રાશન દેવાની યોજના વર્ષ 2021 સુધી વધારી દીધી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશમાં નવેમ્બર-2020 સુધી ફ્રી રાશન દેવાની જાહેરાત કરી હતી. પીએમ મોદી બિહારમાં છઠ્ઠ સુધી રાશન આપવાની વાતને ઉચ્ચારી હતી. આ વર્ષે બિહારમાં અને 2021માં બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવામાં રાશન આપવાની સમયસીમા વધારવી તે તેનાથી જોડાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન બાદ કેટલીક મિનિટમાં મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું કે, હું ગરીબોને ફ્રી રાશન દેનારી યોજનાને જૂન 2021 સુધી વધારી રહી છું. તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ એ પણ કહ્યું કે, કેન્દ્ર સરાકરે સમગ્ર જનતાને ફ્રી રાશન આપવું જોઈએ.

મોર્નિંગ વોકની પરમિશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ જરૂરી

મમતા બેનર્જીએ આ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આવનારા સમયમાં લોકડાઉનના નિયમો પણ બનાવશે. તેમણે કહ્યું કે, અમે સવારે 5.30થી 8.30 વાગ્યા સુધી મોર્નિંગ વોકની પરમિશન આપી રહ્યાં છીએ, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખવું પડશે. લગ્નમાં 50 અને શ્રાદ્ધમાં 25 લોકોને જ ભેગા થવાની પરમિશન હશે. રાજ્યમાં મેટ્રો અને ફ્લાઈટ સર્વિસ ઉપર તેમણે કહ્યું કે, આજે ચીફ સેક્રેટરીએ મેટ્રો અને ફ્લાઈટ સેવાઓ માટે કેન્દ્રીય ગૃહ સચીવને પત્ર લખ્યો છે. જેવી રીતે 15 જૂલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રોકવામાં આવી છે, તેવી જ રીતે અમે પણ માગ કરી છે કે હોટસ્પોટવાળા વિસ્તારોમાં ડોમેસ્ટીક ફ્લાઈટ પણ ના આવે. અમે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે મેટ્રો સેવા પણ શરૂ કરવાની માગ કરી છે.

એપ બૈન પર્યાપ્ત નથી, ચીનને જડબાતોડ જવાબ દેવો જરૂરી

દેશમાં 59 ચાઈનીઝ મોબાઈલ એપ્લીકેશન ઉપર બૈન કરાઈ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય ઉપર મમતા બેનર્જીએ કહ્યું કે, માત્ર એપ ઉપર બૈન કરવું પર્યાપ્ત નથી. ચીનને જડબાતોડ જવાબ દેવાની જરૂર છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!