GSTV

‘બંગાળને ‘રમખાણોથી અસરગ્રસ્ત ગુજરાત’ નહીં બનવા દઉ’ મમતાના ભાજપ પર ચાબખા

ભાજપ

Last Updated on November 27, 2020 by Bansari

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે મૌખિક યુદ્ધ તીવ્ર બન્યું છે. આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.મમતાએ દાવો કર્યો હતો કે ભાજપ બહારના લોકોનો પક્ષ છે અને રાજ્યમાં તેમનું કોઇ સ્થાન નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તે ક્યારેય બંગાળને ‘રમખાણોથી અસરગ્રસ્ત ગુજરાત’ બનવા દેશે નહીં.

મમતાએ અમિત શાહને લીધા આડે હાથ

દેશની સરહદ પરની પરિસ્થિતિ યોગ્ય નહીં હોવા છતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણીમાં કેમ આટલા વ્યસ્ત છે તે અંગે મમતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. મમતાએ કહ્યું કે તેમણે પોતાની કારકિર્દીમાં આવા ગૃહ પ્રધાન ક્યારેય જોયા નથી.અહીં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા મમતાએ કહ્યું કે બંગાળમાં બહારના લોકો માટે કોઈ સ્થાન નથી. જેઓ માત્ર ચૂંટણી દરમિયાન રાજ્યમાં આવે છે અને રાજ્યની શાંતિ ભંગ કરવાનાં પ્રયાસ કરે છે તેમને અહીં કોઇ આવકાર નથી.

તેઓ શા માટે અમારા બંગાળને ગુજરાતની જેમ હુલ્લડ પ્રભાવિત સ્થાનમાં ફેરવવા માગે છે? મમતાનો સવાલ

તાજેતરમાં જ ભાજપે રાજ્યને પાંચ સંગઠનાત્મક ક્ષેત્રમાં વહેંચ્યું છે અને કેન્દ્રીય નેતાઓને તેના પ્રભારી બનાવવામાં આવ્યા છે. મમતાએ કહ્યું કે ભાજપ કહે છે કે તેઓ પશ્ચિમ બંગાળને ગુજરાતમાં બદલી નાખશે. તેઓ શા માટે અમારા બંગાળને ગુજરાતની જેમ હુલ્લડ પ્રભાવિત સ્થાનમાં ફેરવવા માગે છે? અમે તોફાનો નથી ઇચ્છતા.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયનું નામ લીધા વિના, બેનર્જીએ તેમના પર આરોપ લગાવ્યો કે તેઓ તે જતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમને ભાજપાની વિરોધ માર્ચ દરમિયાન પોલીસે ધરપકડ કરી જ્યારે તેમની અટકાયત કરવામાં ન આવી.તો વળી, મમતા બેનર્જીએ રાજ્યના લોકો માટે સ્વાસ્થ્ય સાથી નામની યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તે રાજ્યની સમગ્ર વસ્તીને આવરી લેશે.

પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જીએ હરિયાણાનાં ખેડુતો પર પોલીસ કાર્યવાહીની નિંદા કરતા કહ્યું હતું કે કેન્દ્ર ખેડૂતોનાં લોકશાહી અધિકારો પર અંકુશ લગાવી શકે નહીં.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!