આપણી ડોક લાંબી હોય તો બહુ બહુ તો અડધો ફૂટની થાય. પણ ડાયનોસોરની ડોક લાંબી હોય છે. એમાંય સૌથી લાંબી ડોક કોની તે અંગે સંશોધકોનો નવી માહિતી મળી છે. ચીનમાં સાડા સોળ કરોડ વર્ષ પહેલા જોવા મળતાં એ ડાયનોસોરનું નામ મામેન્શીસોરસ સિનોકાનાડોરમ જેવું અઘરું છે. તેની ડોક 50 ફૂટ એટલે કે આપણી સામાન્ય બસ કરતાં પણ ઘણી લાંબી નોંધાઈ છે. અત્યાર સુધી સૌથી લાંબી ડોકનો રેકોર્ડ 44 ફૂટનો હતો. હવે નવા સંશોધન સાથે એ રેકોર્ડ તૂટી ગયો છે.

સૌથી લાંબી ડોક ધરાવતા ડાયનાસોરના અવશેષો છેક 1987માં ચીનમાં મળી આવ્યા હતા, પરંતુ તેની ડોકના પુરતા અવશેષો મળ્યાં ન હતા. એટલે ડોકની લંબાઈ વિશે ખ્યાલ ન હતો. વળી અત્યારે જે પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ છે એવી ટેકનોલોજી પણ ત્યારે ન હતી, જેથી ડોકની લંબાઈનો તાગ મળી શક્યો ન હતો.

સૌથી રસપ્રદ વાત એ છે કે ડાયનોસોરની હોલિવૂડ ફિલ્મોમાં બતાવે એમ આ ડાયનોસોર માંસાહારી ન હતા. એ તો શાકાહારી હતા અને ઊંચી ડોકનો ઉપયોગ ડાળ-પાંદડાં તોડવા માટે કરતાં હતા.
READ ALSO
- સાઉદી અરેબિયાની જેલમાં 19 વર્ષ માટે કેદ અમેરિકી નાગરિક મુક્ત, 2021માં સાઉદી અરેબિયાની પોલીસે કરી હતી ધરપકડ
- શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો
- અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો
- સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો
- અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો