GSTV
Home » News » સરકાર પાસે નહીં જઇએ, મમતા ચર્ચા માટે આવે તો જ માનીશું : ડોક્ટરોની ચીમકી

સરકાર પાસે નહીં જઇએ, મમતા ચર્ચા માટે આવે તો જ માનીશું : ડોક્ટરોની ચીમકી

પશ્ચિમ બંગાળમાં છેલ્લા એક સપ્તાહથી ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે, ડોક્ટરોના દાવા છે કે અમારા પર દર્દીઓના પરિવાજનો હુમલા કરી રહ્યા છે. આ મામલે સરકાર અને ડોક્ટરો બન્ને આમને સામને આવી ગયા હતા. જોકે અંતે સરકારે ડોક્ટરોની માગણીઓ સ્વીકારી લીધી હતી. મમતાએ આ અંગેની જાહેરાત કરી હતી. બીજી તરફ ડોક્ટરોએ હવે મમતા બેનરજી સામે હડતાળ પરત લેવા માટે કેટલીક શરતો મુકી છે. જેનો સ્વીકાર કરવામાં આવે તો જ હડતાળ પાછી લેવામાં આવશે તેવી ધમકી આપી હતી.

ડોક્ટરોએ એવી માગણી મમતા સમક્ષ મુકી છે કે અમે વાતચીત માટે તૈયાર છીએ પણ તેનું સ્થળ અમે નક્કી કરીશું. અગાઉ જ્યારે મમતાએ બધી માગો સ્વીકારવાની જાહેરાત કરી હતી તે બાદ જુનિયર ડોક્ટરોના સંયુક્ત સંગઠને કહ્યું હતું કે મુખ્ય પ્રધાને અમને સચીવાલયમાં બંધ દરવાજામાં વાતચીત માટે બોલાવ્યા હતા. જોકે અમે બંધ દરવાજે કોઇ બેઠક કરવા માટે તૈયાર નથી. મમતાએ એનઆરએસ મેડિકલ કોલેજ આવવું પડશે અને ઓપનમાં ચર્ચા કરવી પડશે. 

ડોક્ટરોની હડતાળને પગલે દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. જોકે ડોક્ટરો હડતાળ પાછી લેવા તૈયાર નથી. બીજી તરફ રવિવારે સરકાર સમક્ષ ડોક્ટરોએ શરત સાથે હડતાળ પરત લેવાનો દાવો કર્યો છે.  જેમાં એવી માગણી મુકી છે કે અમે નક્કી કરીએ તે સ્થળે મમતા મળવા આવે અને વાતચીત કરે તે બાદ જ અમે માનીશું. બીજી તરફ મેડિકલ અસોસિએશન (આઇએમએ)એ રવિવારે જણાવ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો સાથે જે ઘટના બની તેના વિરોધમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને સાથ આપવા માટે ૧૭મીએ સમગ્ર દેશમાં હડતાળ કરીશું.

READ ALSO

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!