GSTV

10 વર્ષમાં 90% ચૂંટણીમાં કરારી હાર, વિપક્ષનું નેતૃત્વ કોઈ એક વ્યક્તિનો દૈવિય અધિકાર નથી…. મમતા પછી હવે રણનીતિકારનો કોંગ્રેસ પર તીખો હુમલો

Last Updated on December 2, 2021 by pratik shah

રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર તેમનુ નામ લીધા વગર પ્રહારો કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે, કોંગ્રેસની લીડરશીપ એ કોઈ ચોક્કસ વ્યક્તિને ભગવાને આપેલો અધિકારી નથી અને તે પણ એવા સમયે જ્યારે 10 વર્ષમાં કોંગ્રેસ પાર્ટી 90 ટકા ચૂંટણીઓમાં હાર વેઠી ચુકી છે.ભાજપ સામે વિપક્ષનુ નેતૃત્વ કોણ કરશે તેનો નિર્ણય લોકશાહી પધ્ધતિથી લેવાવો જોઈએ.

પ્રશાંત કિશોરનુ વિસ્ફોટક નિવેદન

પ્રશાંત કિશોરનુ નિવેદન બંગાળના સીએમ મમતા બેનરજીના બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસ બાદ આવ્યુ છે.ગઈકાલે મમતા બેનરજીએ મુંબઈમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીના રોલને લઈને પૂછાયેલા સવાલ પર કહ્યુ હતુ કે, કોઈ વ્યક્તિ સતત વિદેશમાં રહેશે તો કેવી રીતે ચાલશે..

મમતા બેનરજીના નિવેદન બદલ કોંગ્રેસી નેતાઓ ઉકળી ઉઠ્યા

સાથે સાથે મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, હું  એક નાની કાર્યકર છું અને કાર્યકર જ રહેવા માંગુ છું.મમતા બેનરજીના નિવેદન બદલ કોંગ્રેસી નેતાઓ ઉકળી ઉઠ્યા છે ત્યારે હવે પ્રશાંત કિશોરે પણ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા છે.

સોનિયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, મને નથી લાગતું કે, લોકસભા ચૂંટણી એટલે કે, 2024માં કોંગ્રેસને 300 સીટો મળશે. બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં આયોજીત એક જાહેરસભાને સંબોધન કરતા 370 પર પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે, આના પર કેમ વાત થતી નથી.

READ ALSO

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!