GSTV
India News Trending

મમતા-મોદીની મુલાકાત / વિપક્ષે મમતા બેનરજીનો દિલ્હી પ્રવાસ ‘મેચ ફિક્સિંગ’ ગણાવ્યો, 1 લાખ 968.44 કરોડની કરી માંગણી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિવસીય 4 દિલ્હીના પ્રવાસે છે ત્યારે આજે મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમ આવાસ પર મુલાકાત કરી હતી. આ દરમિયાન દીદીએ GSTની બાકી રકમ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, ગત વર્ષે 24 નવેમ્બરે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને વચ્ચે લગભગ 45 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. મમતાએ પીએમ મોદી પાસેથી પશ્ચિમ બંગાળ માટે વિવિધ યોજનાઓ માટે કેન્દ્ર સરકાર પાસે 1 લાખ 968.44 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પીએમને મળ્યા બાદ મમતા બેનર્જી તેમના નિવાસસ્થાનથી રવાના થયા હતા.

પીએમ અને મમતાની આ મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેને રાજકીય સેટિંગ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો શિક્ષક ભરતી કૌભાંડમાં EDની કાર્યવાહીનો ડર જણાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, TMCના ટોચના નેતાઓ સામે CBI અને EDની કાર્યવાહી વચ્ચે મમતા બેનરજીનો દિલ્હી પ્રવાસ મેચ ફિક્સિંગનો એક ભાગ છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથાગત રોયે પીએમ નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે તેઓ લોકોને સમજાવે કે તેમને મમતા બેનર્જીથી કોઈ ગુપ્ત ડીલ નથી. બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષે ટ્વીટ કર્યું કે, કોલકાતામાં સેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

Read Also

Related posts

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda
GSTV