GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

મમતા, માયાવતી બાદ હવે આ નેતાએ પણ સોનિયાનો સાથ છોડ્યો, મોદીને થશે હવે હાશ

નાગરિકતા અંગેના નવા કાયદા(CAA) અને નાગરિકોના રજિસ્ટર (NRC)ના વિરોધમાં બધા વિરોધ પક્ષોનો એક સંગઠિત મોરચો રચીને રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની યોજનાને વધુ એક ફટકો પડ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ નાગરિકતા કાયદાને એક ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો ગણાવ્યો છે, જેનો હેતુ લોકોના ધાર્મિક આધારે ભાગલા પાડવાનો છે. પાર્ટીએ સીએએને તાત્કાલિક પરત લેવા અને એનપીઆરની પ્રક્રિયા રોકવાની માંગણી કરી હતી.

અગાઉ માયાવતી અને મમતા બેનરજીએે સોનિયાની આગેવાની હેઠળના મોરચામાં સહભાગી થવાની ના પાડી દીધી હતી. લેટેસ્ટ માહિતી મુજબ, આપના અરવિંદ કેજરીવાલે પણ સોનિયાની આગેવાની હેઠળના મોરચામાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. સોનિયાએ આજે સોમવારે 13મી જાન્યુઆરીએ પાટનગર નવી દિલ્હીમાં આ બે મુદ્દે વિપક્ષોની એક બેઠક બોલાવી હતી. એમાં સામેલ થવાનો આપ પક્ષે પણ ઇનકાર કર્યો હતો.

સીએએ અને એનઆરસી ઉપરાંત વિદ્યાર્થીઓ પર પોલીસના કહેવાતા દમનના મુદ્દે વાટાઘાટો કરવા સોનિયાએ આજે બપોરે બે વાગ્યે સમાન વિચારધારા ધરાવતા તમામ પક્ષોની બેઠક બોલાવી છે. આપના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે આ બેઠકમાં સામેલ થવાના નથી. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને બસપા પ્રમુખ તેમજ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી આ બેઠકમાં હાજરી નહીં આપવાની જાહેરાત કરી ચૂક્યાં હતાં.

આ પાર્ટીઓ બેઠકમાં સામેલ થશે

આજે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી, દ્રવીડ મુનેત્ર કડંગમ (DMK), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લી, લેફ્ટ, રાષ્ટ્રીય જનતા જળ, (આરજેડી), સમાજવાદીપાર્ટી (એશપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ થશે. પાર્લામેન્ટ એનેક્સીમાં બપોરે 2 વાગે થનારી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થાય તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

ચીન સાથે તણાવની વચ્ચે ભારતે એવા હથિયારનો આપ્યો ઓર્ડર કે દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

Mansi Patel

કાળમુખો કોરોના: દેશભરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 લાખને પાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67 હજાર કેસો નોંધાયા

pratik shah

અમદાવાદનાં માર્ગો પર દોડતી થઈ રિક્ષા, જનજીવન ફરી થયું ધબકતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!