GSTV
Gujarat Government Advertisement

તોડફોડ/ મમતા ભાજપના 7 સાંસદોને તોડી વળતો ઘા કરશે, ભાજપને ભોંય ભેગો કરશે

ભાજપે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો અને સાંસદોને તોડયા છે. મમતા હવે વળતો ઘા કરવાની તૈયારીમાં છે અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં ભાજપના સાત સાંસદોને તોડીને પોતાન પક્ષમાં લઈ આવશે એવો દાવો મમતા સરકારના પ્રધાન જ્યોતિપ્રિય મલ્લિકે કર્યો છે.

Gujarat Government Advertisement

ભાજપના ઘણા સાંસદો મમતા સાથે સંપર્કમાં

મલ્લિકનો દાવો છે કે, ભાજપના આ સાંસદો વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલમાં જોડાઈને વિધાનસભાની ચૂંટણી લડશે. મમતા હવે પછીની સરકારમાં તેમને પ્રધાનપદ પણ આપશે. ભાજપે સત્તાવાર રીતે આ વાતોને બકવાસ ગણાવી છે પણ ભાજપનાં સૂત્રો ખાનગીમાં સ્વીકારે છે કે, ભાજપના ઘણા સાંસદો મમતા સાથે સંપર્કમાં છે. ભાજપ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને તોડી તોડીને લઈ આવે છે તેથી ભાજપ જીતશે તો પણ પોતાનું કોઈ મહત્વ નહીં રહે એવો તેમને ડર છે. ભાજપની દિલીપ ઘોષ વર્સીસ મુકુલ રોયની જૂથબંધીથી પણ બધા પરેશાન છે.

ઓપરેશન સોંપ્યું હોવાનું કહેવાય

મમતા બેનરજીએ ભાજપ છોડીને આવેલાં સુજાતા મોંડલને આ ઓપરેશન સોંપ્યું હોવાનું કહેવાય છે. સંગઠન પર જોરદાર પકડ ધરાવતાં સુજાતા તોડફોડ માટે સક્ષણ હોવાનું પણ ભાજપ સ્વીકારે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંવેદનશીલ સમાજની અસંવેદનશીલ ઘટના: વોર્ડ બોયે ઓક્સિજન સિલિન્ડર હટાવતાં કોરોના દર્દીનું મોત

Dhruv Brahmbhatt

દિશા પટાણીએ સૂવાના સમયના થોડા કલાકો પહેલા બેડરૂમ ફોટા કર્યા શેર

Pravin Makwana

માનવતા શર્મસાર/ ઓક્સિજનની અછતના કારણે કોરોના દર્દીનું મોત, મૃતદેહને કચરાની ગાડીમાં લઇ જવાયા

Dhruv Brahmbhatt
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!