GSTV

ઈમરાન કરતા મમતા ભારત માટે વધારે ભયંકર છે, બેનરજી છે ત્યાં સુધી આતંકીને હુમલો કરવાની ક્યાં જરૂર છે

imran-and-mamta

Last Updated on March 6, 2019 by Mayur Vora

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ બાલકોટમાં કરેલી સ્ટ્રાઈક પર શંકા વ્યક્ત કરી હતી. તેઓએ આ પગલાંના સખત પુરાવા માંગ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓને સૈનિકોની સફળતા અંગે કોઈ શંકા નથી પરંતુ સૈનિકોની બહાદુરીનો રાજકારણીઓ લાભ લઈ રહ્યાં છે હું તેમનાં વિરોધમાં છું. બસ આ જ વાત પર બંગાળના ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કરતાં દેશ માટે મમતા બેનરજી વધુ નુકસાનકારક બની શકે છે.

imaran khan

એક પત્રકાર પરિષદમાં ઘોષે કહ્યું, “જ્યારે સમગ્ર દેશ પુલવામા આતંકવાદી હુમલા પછી પ્રતિક્રિયાની માંગ કરી રહ્યો હતો. ત્યારે મમતા બેનરજી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા વિપક્ષી નેતાઓ બાલકોટ એર સ્ટ્રાઈક પર અપમાનજનક ટિપ્પણી કરીને પાકિસ્તાનનું કામ સરળ બનાવી રહ્યા હતાં.

ઘોષે કહ્યું હતું કે, “આ કમનસીબી છે કે આ પરિસ્થિતિમાં એક થવાને બદલે વિપક્ષી નેતાઓ બાલકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા પૂછે છે. મમતા બેનરજી સહિતના આ નેતાઓ પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય છે. તેમણે કહ્યું, “હું બધાને યાદ કરાવું છું કે એક વખત લાલુ યાદવ પાકિસ્તાનમાં લોકપ્રિય થયા. હવે દરેક જાણે છે કે તેમની વર્તમાન સ્થિતિ શું છે. ‘

ઘોષે કહ્યું, “મને લાગે છે કે ઇમરાન ખાન જેવા લોકોને ભારતને નુકસાન કરવાની જરૂર નથી. બેનરજી એકલી પૂરતી છે. જ્યારે તૃણમૂલ કૉંગ્રેસ જેવી પાર્ટી અહીં કામ કરી રહી છે, ત્યારે સિમી, જમાત-ઉલ-મુજાહિદ્દીન અથવા અલકાયદાના આતંકવાદી સંગઠનોને ભારત પર હુમલો કરવાની શું જરૂર છે? ‘

READ ALSO

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!