હવે મોદીને ચા ભારે પડશે, મમતાએ આયોજન કર્યું ટી પાર્ટીનું, 18 કદાવર નેતાઓ રહેશે હાજર

mamata banerjee links poll to bjp

આગામી 19 જાન્યુઆરીએ થનારી મમતા બેનર્જીમાં મોટી સંખ્યામાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એક મંચ પર જોવા મળવાના છે. જોકે આ રેલી બાદ મમતા દીદીએ ટી પાર્ટીનું આયોજન કર્યુ છે. જેમાં તેઓ ચા પીતા પીતા વિપક્ષી નેતાઓ સાથે વાતચીત પણ કરવાના છે.

આ રેલીમાં સીએમ અરવિંદ કેજરીવાલ, એચડી કુમાર સ્વામી, ચંદ્ર બાબુ નાયડુ, પૂર્વ પીએમ એચ.ડી દેવગૌડા, પૂર્વ સીએમ ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા, રાજદ નેતા તેજસ્વી યાદવ, દ્રમુકના એમ.કે. સ્ટાલિન, ભાજપના બળવાખોસ સાંસદ શત્રુઘ્ન સિંહા પણ સામેલ થશે.

આ ઉપરાંત આ રેલીમાં અખિલેશ યાદવ, બસપા મહાસચિવ સતિશ ચંદ્ર મિશ્રા, શરદ પવાર, અજીત ચૌધરી, યશવંત સિન્હા અને અરૂણ શૌરી ઉપસ્તિત રહેશે. આ સિવાય હાર્દિક પટેલ, જીગ્નેસ મેવાણી પણ સામેલ થશે. જોકે મહારેલીમાં રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી સામેલ થવના નથી. તો માયાવતી પણ રેલીમાં સામેલ નહી થાય.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter