પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પહેલા ભાજપ અને મમતા બેનરજીની પાર્ટી ટીએમસી વચ્ચેનો રાજકીય જંગ વધારે ઉગ્ર બની રહ્યો છે. આજે મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર લાગવ્યો આરોપ
સીએમ મમતા બેનરજીએ કહ્યું હતું કે, કેન્દ્ર તરફથી કોઈ મદદ રાજયને કરવામાં આવી રહી નથી. માત્ર બંગાળ પાસેથી કેન્દ્ર ટેક્સ વસુલ કરે છે અને એ રીતે વર્તાવ કરે છે કે જાણે આ પૈસા કેન્દ્રના જ છે. ખેડૂતો માટે જે નવું બિલ લાવવામાં આવ્યું છે તેની પાછળનો ઈરાદો ખેડૂતોની જમીન હડપ કરી લેવાનો છે. મેં કેટલીય વખત કેન્દ્ર સરકારને આ માટે પત્ર લખ્યો છે અને પૈસાની માંગણી કરી છે પણ તેની કોઈ અસર મોદી સરકાર પર પડી નથી.


ભાજપ આદિવાસીઓને ઠગવાનું કામ કરે છે: મમતા
મમતા બેનરજીએ લોકોને કહ્યું હતું કે, જો ભાજપના નેતાઓ તમને પૈસા આપે તો લઈ લેજો અને વોટ મને આપજો. ગૃહ મંત્રી અમિત શાહ આદિવાસીના ઘરે ભોજન કરવા ગયા હતા પણ ભોજન તો ફાઈવ સ્ટાર હોટલમાંથી આવ્યું હતું. એક બ્રાહ્મણ રસોઈયાએ ખાવા બનાવ્યું હતું , ભાજપ આવું નાટક કરીને આદિવાસીઓને ઠગવાનું કામ કરે છે. અમારો નારો છે કે બદલાવ જોઈએ છે.

ભાજપને મમતા બેનરજીનું ખુલ્લો પડકાર
હું ભાજપને ખુલ્લો પડકાર ફેંકું છું કે, મારી ધરપકડ કરીને બતાવે, હું જેલમાંથી ચૂંટણી લડીને જીતીને બતાવીશ. કેન્દ્ર સરકારે લાલુ યાદવને જેલમાં રાખ્યા પછી પણ બિહારમાં એનડીએને ચૂંટણી જીતવાના ફાંફા પડી ગયા હતા.
દેશમાં બેકારીનો દર 40 ટકા
તેમણે કહ્યું હતું કે, દેશમાં બેકારીનો દર 40 ટકા થઈ ગયો છે અને ભાજપવાળા કહે છે કે, ગૌમૂત્રનો ઉપયોગ કરો તો કોરોના નહીં થાય. બહારના લોકો ચૂંટણી વખતે બંગાળના લોકોને સપના બતાવવા આવે છે. ભાજપને લાગે છે કે તે બંગાળમાં સરકાર બનાવી લેશે પણ અહીંયા તેમનો કોઈ ચાન્સ લાગવાનો નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- હિંસા અને ફરિયાદો વચ્ચે સુરક્ષિત માહોલમાં ચૂંટણી કરાવવા પર જોર, બંગાળ ઈલેક્શન પર ચૂંટણી પંચે કરી આ મોટી વાત
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા
- ઉત્તમ તક / માહિતી ખાતામાં 100 જગ્યાઓ માટે પડી જાહેરાત : નાયબ માહિતી નિયામકથી લઈને મદદનીશ બનવાની તક, અહીંયાં કરો એપ્લાય
- 730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…
- જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન