GSTV

મમતાનો આરોપ, રાજ્યપાલે અપમાનિત કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પર સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. મમતાએ આરોપ લગાવ્યો કે, રાજ્યપાલે તેમને ધમકી આપીને આપમાનિત કરી. જ્યારે રાજ્યપાલ કેસરીનાથે મમતાના આરોપો ફગાવ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સામે ભારે ગુસ્સે છે. રાજ્યપાલે ઉત્તરી ચોવીસ પરગના જિલ્લાના બાદુરિયામાં થયેલી હિંસાની જાણકારી લેવા માટે બોલાવ્યા હતા, ત્યારે મમતાએ કેસરીનાથ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે મને ધમકી આપીને મારું અપમાન કર્યું છે. મારી સાથે આ રીતે વાત ન કરી શકે. તો બીજી બાજુ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ મમતાના આરોપોને ફગાવ્યા છે. રાજભવન તરફથી નિવેદન જારી કરીને કહેવાયું કે અમારી વાતચીતમાં એવું કંઈ થયું નથી. જેનાથી મમતા બેનર્જીને લાગે કે તેમનું અપમાન થયું હોય અને તેમને ધમકાવ્યા હોય.રાજ્યપાલે કહ્યું કે, રાજ્યના મામલાને લઈને તેઓ મૂકદર્શક બનવા ઈચ્છતા નથી.

મહત્વનું છે કે, ઉત્તરી ચોવીસ પરગના જિલ્લાના બાદુરિયામાં સોમવારે ફેસબુક પર એક આપત્તિજનક પોસ્ટ બાદ સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી. જોકે ફરિયાદ થતાં પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી હતી. પરંતુ બાદમાં અન્ય વિસ્તારોમાં પણ તનાવ ફેલાઈ ગયો હતો.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને મમતા બેનર્જીને નિશાને લીધી. અને આક્ષેપ કર્યો કે, મમતા બેનર્જી બાંગ્લાદેશી ઘૂસણખોરી પ્રત્યે વિશેષ પ્રેમને કારણે પશ્ચિમ બંગાળના હિંદુઓના અસ્તિત્વ પર સંકટ આવ્યું છે.

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!