મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીને આપ્યો કરારો ઝટકો, આ યોજનામાંથી હટવાનો લઈ લીધો નિર્ણય

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આયુષમાન ભારત યોજનમાંથી હટવાનો નિર્ણય લીધો છે. મમતા બેનર્જીએ પીએમ મોદી પર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, મોદી સરકાર આયુષમાન યોજનામાં રાજ્ય સરકારના યોગદાનને નજરઅંદાજ કરે છે. અને સ્વાસ્થ્ય યોજનાઓનો શ્રેય મોદી સરકાર લઈ રહી છે.

કેન્દ્ર સરકારે યોજના માટે પુરા નાણા આપવા પડશે

જેથી મમતા સરકાર યોજના માટે 40 ટકા ફંડ નહી આપે. મમતા સરકારે કહ્યુ હતુ કે, સરકાર આયુષમાન ભારત જેવી યોજના ચલાવવા માગતી હોય તો કેન્દ્ર સરકારે યોજના માટે પુરા નાણા આપવા પડશે. મમતા બેનર્જીનો આક્ષેપ છે કે, પશ્વિમ બંગાળની સરકાર સ્વાસ્થય માટે બજેટની ફાળવણી કરી રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર આ યોજનાઓ પર પાણી ફેરવવાનું કામ કરી રહી છે.

આયુષ્યમાન યોજના માટે ૪૦ ટકા હિસ્સો નહીં આપીએ.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની ફલેગશીપ આયુષ્યમાન ભારત યોજનામાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૩ સપ્ટેમ્બરે શરૂ કરાયેલી યોજના ક્ષેત્રિય સંભાળ કાર્યક્રમ છે જેમાં આખા દેશમાં ૧૦.૭૪ કરોડ પરિવારોને આરોગ્ય સંભાળ માટે રૂપિયા પાંચ લાખ આપવામાં આવે છે. ‘મારા રાજ્યમાંથી અમે  આયુષ્યમાન યોજના માટે ૪૦ ટકા હિસ્સો નહીં આપીએ. જો આ યોજનાને બંગાળમાં ચલાવવી હોય તો કેન્દ્રે જ આ રકમ ભરવી જોઇએ’એમ બેનર્જીએ કહ્યું હતું.

 સૌથી વધુ વિરોધ પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસની સરકારે જ કર્યો હતો

રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે બંગાળ, બિહાર અને છ્તીસગઢને જ આ યોજનાનો સૌથી વધુ લાભ મળ્યો હતો. નવેમ્બરના અંત સુધીમાં આ યોજનાના કુલ ભંડોળ ૭૯૮.૩૪ રૂપિયામાંથી પશ્ચિમ ંબગાળને૧૯૩.૩૪ કરોડ રૂપિયા ફાળવાયા હતા જેમાં ૧૬.૭૮ કરોડ વહીવટી ખર્ચ હતો એમ કેન્દ્રના આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું હતું. આ યોજનાની શરૂઆત કરાઇ ત્યારે   સૌથી વધુ વિરોધ પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસની સરકારે જ   કર્યો હતો. પરંતુ અંતે કેન્દ્ર સરકાર સાથે સમજુતી કરાર કર્યો હતો.

૬૩ લાખ લોકોને રૂપિયા ૩૦,૦૦૦નો વીમો આપે છે

પશ્ચિમ બગાળમાં આયુષ્યમાન યોજનાને સ્થાનિક સરકારની સ્વાસ્થ્ય સાથી યોજના સાથે જોડી દેવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર કુલ ખર્ચના ૪૦ ટકા આપે છે અને ૪૦ પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનો વીમો પણ અપાય છે. ઉપરાંત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના હેઠળ રાજ્ય સરકાર આશરે ૬૩ લાખ લોકોને રૂપિયા ૩૦,૦૦૦નો વીમો આપે છે.પશ્ચિમ ંબંગાળમાં ખેડૂતોને પાક  વિમા યોજના હેઠળ કેન્દ્રે મોટી રકમ આપી હોવાના કેન્દરના ખોટા દાવાઓના આરોપ મૂકી મમતા બેનર્જીએ આ નિર્ણય લીધો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter