મમતા બેનર્જીની સરકારને 28 હજાર કરોડ ફાળવણીના નિર્ણયને સુપ્રીમે આપી મોટી રાહત

સુપ્રીમ કોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે દુર્ગા પૂજા સમિતિને દશ હજાર રૂપિયા આપવાના મમતા બેનર્જીની સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળની 28 હજાર પૂજા સમિતિઓને 28 કરોડ રૂપિયાની ફાળવણી કરવાના રાજ્ય સરકારના નિર્ણયને કોલકત્તા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બંને કોર્ટોએ મમતા બેનર્જીની સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે દુર્ગા પૂજા સમિતિઓને આર્થિક મદદની રકમ ફાળવવાના નિર્ણય પર રોક લગાવવાની માગણી નામંજૂર કરી છે. મહત્વપૂર્ણ છે કે ગત 10 સપ્ટેમ્બરે મમતા બેનર્જીની સરકારે રાજ્યની 28 હજાર પૂજા સમિતિઓને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. દરેક દુર્ગા પૂજા સમિતિને દશ હજાર રૂપિયાની મદદ ફાળવવામાં આવશે. એકલા કોલકત્તામાં ત્રણ હજાર અને જિલ્લામાં 25 હજાર દુર્ગા પૂજા સમિતિઓ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter