GSTV
Home » News » CAA વિરૂદ્ધ વિધાનસભામાં ઠરાવ રજૂ કરનાર પશ્વિમ બંગાળ ચોથું રાજ્ય

CAA વિરૂદ્ધ વિધાનસભામાં ઠરાવ રજૂ કરનાર પશ્વિમ બંગાળ ચોથું રાજ્ય

કેન્દ્ર સરકારે કહ્યું છે કે સીએએ પુરા દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે અને કોઇ પણ રાજ્ય તેનો અમલ કરવાની ના ન પાડી શકે, બીજી તરફ રાજ્યો હવે સીએએના વિરોધમાં વિધાનસભામાં ઠરાવ પસાર કરવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ સીએએના વિરોધમાં વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ સીએએના વિરોધમાં ઠરાવ પસાર કરનારૂ પ. બંગાળ ચોથુ રાજ્ય બન્યું છે.

સૌથી પહેલા કેરળ રાજ્યએ સીએએના વિરોધમાં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. જે બાદ પંજાબ-રાજસૃથાન પણ તેમાં જોડાયું હતું અને હવે પશ્ચિમ બંગાળે પણ સીએએના વિરોધમાં ઠરાવ પસાર કર્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સીએએ લાગુ કરવો દરેક રાજ્યો માટે ફરજિયાત છે કેમ કે તેને સંસદમાંથી પસાર કરવામાં આવ્યો છે અને તે બાદ કાયદો બન્યો છે.

રાજનાથસિંહે કહ્યું હતું કે આ એક બંધારણીય ક્રાઇસિસ છે, રાજ્ય સરકારો કાયદા સામે ઠરાવ પસાર કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારોને આ રીતે નજરઅંદાજ ન કરી શકે. હાલ દેશમાં સીએએ વિરૂદ્ધ રાજ્ય સરકારો ઠરાવ પસાર કરી રહી છે જ્યારે કેન્દ્ર સરકાર કહી રહી છે કે રાજ્ય સરકારો સીએએનો અમલ કરવાની ના ન પાડી શકે, વર્તમાન પરિસિૃથતિ જોતા લાગી રહ્યું છે કે દેશમાં બંધારણીય સંકટ પેદા થયું છે. 

બીજી તરફ કેરળમાં સીએએના વિરોધમાં એક મોટી માનવ સાંકળ જોવા મળી હતી. આશરે 70 લાખ લોકોએ માનવ સાંકળ બનાવી હતી.  જ્યારે કોલકાતામાં પણ હાથમાં તિરંગો લઇને 11 કિમી સુધી માનવ સાંકળ બનાવી હતી. કેરળની માનવ સાંકળમાં મુખ્ય પ્રધાન સહિત આશરે 70 લાખ લોકો જોડાયા હતા. અનેક કિમી સુધી આ માનવ સાંકળ જોવા મળી હતી.

Read Also

Related posts

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva

શાહીનબાગના પ્રદર્શનકારીએ એક રસ્તો ખોલી આપ્યો, દિલ્હી પોલીસ ઉંઘતી ઝડપાઈ

Pravin Makwana

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયાની સુપરમોડલથી લઈને ફર્સ્ટ લેડી સુધીની સફર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!