GSTV
Home » News » મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા!, PM મોદીએ આપ્યો આ જવાબ

મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા!, PM મોદીએ આપ્યો આ જવાબ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનાં વડા તેમજ બંગાળનાં વાઘણ તરીકે જાણીતા મહિલા રાજનેતા મમતા બેનરજીએ પોતાનાં મજબૂત પ્રતિસ્પર્ધી અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મમતા દીદીએ ટ્વિટ કરીને જણાંવ્યું કે, ‘પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ!’ મહત્વનું છે કે મમતા બેનરજી વિવિધ મુદ્દે આવતીકાલે બુધવારે રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરે તેવી પ્રબળ શક્યતા સેવાઇ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મમતા બેનરજીની શુભેચ્છાનો સહર્ષ સ્વિકાર કરતા અંગ્રેજી અને બંગાળી ભાષામાં ટ્વિટ કરીને સીએમ બેનરજીનો આભાર માનતા જણાંવ્યું કે, ‘ધન્યવાદ મમતા દીદી’.

મમતા બેનરજી આવતીકાલે થનારી સંભવિત બેઠક માટે કોલકાતાથી રવાના થઇ ગયા છે. મુખ્યમંત્રી મમતા દીદીએ જણાંવ્યું કે તેઓ આ બેઠક દરમિયાન બંગાળને અપાતા ફંડ, રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા અને જાહેર ક્ષેત્રની બેન્કોનાં વિલીનીકરણ સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા-પરામર્શ કરશે.

આજે પીએમ મોદીનાં જન્મ દિવસ નિમીતે બંગાળનાં ગવર્નર જગદીપ ધાનખડે પણ મોદીને શુભકાના પાઠવી હતી. રાજ્યપાલે પોતાનાં સંદેશમાં કહ્યું કે વડાપ્રધાન મોદીનો દ્રષ્ટિકોણ, વિચાર, અથાક પ્રયત્નો અને કુશળ નેતૃત્વથી દેશને નવી ઉંચાઇ પર લઇ જવામાં મદદ કરશે. દેશ પોતાનાં જુના વૈભવને પામવા માટે પ્રતિબદ્ધ છે. તેમનાં જન્મ દિવસ નિમીતે હું પણ તેમને લાખો લોકો સાથએ વધાઇ આપું છું અને તેમનાં લાંબા આયુષ્ય તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

READ ALSO

Related posts

50 લાખ…. 70 લાખ…. અને હવે 1 કરોડ…. દિન પ્રતિદિન અમદાવાદની વસતિમાં વધારો કરતાં ટ્રમ્પ

Mayur

સોનાનો ભાવ 7 વર્ષની ટોચે પહોંચ્યો, આજના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો

Karan

કોરોનાથી ભારતને ફટકો નહીં પડેના દાવાઓની ખૂલી પોલ, 11 સેક્ટરને થશે ભારે નુક્સાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!