GSTV
Home » News » PM મોદીએ તમામ રાજકિય પક્ષોની બેઠક બોલાવી: મમતા દીદી બોલ્યા કે, હું….

PM મોદીએ તમામ રાજકિય પક્ષોની બેઠક બોલાવી: મમતા દીદી બોલ્યા કે, હું….

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી રાજકિય પક્ષોનાં અધ્યક્ષોની બેઠકમાં જવાનો ઇન્કાર કર્યો છે. આ સાથે જ મતતા બેનરજીએ પાર્ટીમાંથી રાજીનામું આપનારા નેતાઓ પ્રત્યે નારાજગી જતાવી હતી.

પીએમ મોદી દ્વારા તમામ પાર્ટીનાં વડાઓની બેઠક બોલાવવા મામલે મમતા દીદીએ સંસદિય કાર્યમંત્રી પ્રહલાદ જોષીને પત્ર લખ્યો છએ. જેમાં દીદીએ લખ્યું કે, બુધવારે પીએમ મોદીએ રાજકિય પક્ષોનાં અધ્યક્ષોની બોલાવેલી બેઠકમાં તેઓ હાજર નહિં રહિ શકે.

તેમજ ટીએમસી મામલે મમતા દીદીએ જણાંવ્યું કે, ટીએમસી નબળી પાર્ટી નથી. 15-20 કોર્પોરેટરો રૂપિયાની લાલચમાં આવીને પાર્ટીમાંથી રાજીનામું આપે તો મને કોઇ ફરક પડતો નથી. જો પાર્ટીનાં ધારાસભ્યો ટીએમસી છોડીને જવા માગે છે, તો તે જઇ શકે છે. હું મારી પાર્ટીમાં ચોરોને રાખવા માગતી નથી. કદાચ કોઇ એક માણસ પાર્ટી છોડીને જવા માગે છે તો હું બીજા 500 તૈયાર કરી શકું છું.

અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીએ સંસદમાં પ્રતિનિધીત્વ કરતા તમામ પાર્ટીઓનાં અધ્યક્ષોની એક મહત્વની બેઠક આવતીકાલે એટલે કે 19 જૂને બોલાવી છે. જેમાં તમામ રાજકિય પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય પીએમ મોદીએ 20 જૂને લોકસભા અને રાજ્યસભા સાંસદોની એક મહત્વની બેઠક બોલાવી છે.

વડાપ્રધાન મોદીએ બોલાવી બેઠક

કેન્દ્ર સરકારનાં સંસદિય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાંવ્યું કે, પીએમ મોદી 19-જૂને થનારી બેઠકમાં એક દેશ,એક ચૂંટણી તેમજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ સહિત અનેક મહત્વપુર્ણ મુદ્દા પર ચર્ચા કરવા માગે છે. મંત્રીએ કહ્યું કે, પીએમ મોદી સંસદમાં ટીમ ભાવના નિર્માણ કરવા માગે છે. જેથી તેમણે 20 જૂને રાજ્યસભા અને લોકસભાનાં તમામ સાંસદોની બેઠક બોલાવી છે.

READ ALSO


Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!