GSTV
Home » News » મમતા બેનર્જી ડૉક્ટરોની હડતાળ મુદ્દે પડ્યા ઢીલા, ડૉક્ટરો સાથે કરશે બેઠક

મમતા બેનર્જી ડૉક્ટરોની હડતાળ મુદ્દે પડ્યા ઢીલા, ડૉક્ટરો સાથે કરશે બેઠક

પશ્વિમ બંગાળમાં ડોક્ટરની હડતાળ હજી પણ યથાવત છે. ત્યારે હડતાળના કારણે રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના વલણ ઢીલા પડ્યા છે. મમતા બેનર્જી આજે બપોરે હડતાળ પર ઉતરેલા ડોક્ટરો સાથે બેઠક કરશે. અને હડતાળનું નિવારણ લાવવા માટે મહત્વના મુદ્દાઓ અંગે ડોક્ટરો સાથે ચર્ચા કરશે.

મમતા બેનર્જીએ ડોક્ટરની તમામ માગને માની છે. આ મામલે હડતાળ કરી રહેલા ડોક્ટરોનું કહેવુ છે કે. વાતચીત માટેની જગ્યા અને સમય અમે નક્કી કરીશું.. જ્યા રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે વાતચીત કરવામાં આવશે. ડોક્ટરોએ કહ્યુ કે, આ લડાઈ મમતા બેનર્જી માટે અહંકારની છે.

doctors strike

જ્યારે અમારા માટે અસ્તિત્વની લડાઈ છે. ડોક્ટર પર જે હુમલો કરવામાં આવ્યો તે સુનિયોજીત હુમલો હતો. રાજ્યમાં સતત ડોક્ટર પર હુમલા કરવામાં આવે છે. તેમ છતા સરકાર આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવા માટે તૈયાર નથી.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!