GSTV
Gujarat Government Advertisement

નિમંત્રણ પત્રિકા: પી. મમતા બેનર્જી અને સમાજવાદ લગ્નના બંધને બંધાશે, આખુ ગામ આવા જ નામથી ભર્યુ છે !

Last Updated on June 11, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા પર મોટા ભાગે આપણે જોઈએ છીએ કે, ક્યાંક વીડિયો તો ક્યાંક ફોટાઓ વાયરલ થતાં હોય છે. ત્યારે હવે ઈન્ટરનેટ પર એક વેડીંગ ઈનવિટેશન કાર્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. જેને જોઈને લોકો પણ અચંબિત થઈ ગયા છે. આ વેડીંગ કાર્ડની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં જોઈએ તો, આ કાર્ડ ચર્ચામાં આવ્યુ તેની પાછળ તેમાં રહેલા નામ છે.

સોશિયલ મીડિયા પર જે કાર્ડ વાયરલ થઈ રહ્યુ છે તેમાં લખ્યુ છે કે, પી મમતા બેનર્જી અને એએમ સમાજવાદ નામના વરવધુના 13 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાવાના છે. ત્યારે લોકો પણ વિચારી રહ્યા છે કે, આ કાર્ડ ફોટોશોપ્ડની કમાલ છે પછી અસલી. આ વેડીંગ કાર્ડ સોમવારના રોજ ચર્ચામાં આવ્યુ ત્યારથી વરરાજાના પિતા મોહનને કેટલાય લોકો ફોન કરી ચુક્યા છે. દરેક લોકો પુછી રહ્યા છે કે, શું આ કાર્ડ અસલી છે.

મોહન તમિલનાડૂના સેલમમાં ભાકપાના જિલ્લા સચિવ છે. લેનિન મોહને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, સૌ કોઈ વર વધુના નામને લઈને ઉત્સુક છે. ત્યાં સુધી કે મિત્રોની સાથે સાથે મીડિયા અને મારી પાર્ટીના લોકો પણ મને ફોન કરીને પુછી રહ્યા છે કે, શું આ કાર્ડ અસલી છે.

મોહન જણાવે છે કે, કટ્ટૂર ગામમાં મોટા ભાગના લોકો કમ્યુનિઝ્મને જ ફોલો કરતા આવ્યા છે. ત્યાં સુધી કે અહીં રૂશ, મોસ્કો, ચેકોસ્લોવાકિયા, રોમાનિયા, વિયતનામ, વેનમની જેવા નામવાળા લોકો બહુ બધા મળી જશે. કાર્ડમાં જણાવ્યા પ્રમાણે પી મમતા બેનર્જી અને એએમ સમાજવાદના લગ્ન 13 જૂન અમાનિકોંડલમપટ્ટી ગામમાં દુલ્હનના ઘરે થશે. આ જ કારણ છે કે, લોકો આ કાર્ડ જોઈને માથુ પકડવા લાગ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!