GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

અસમમાં NRCની સામે મમતાનો વિરોધ માર્ચ, કહ્યુ- બંગાળમાં એવું નહી કરી શકો

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ એનઆરસીનો ઉગ્ર વિરોધ કર્યો છે. કોલકત્તામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)ના વિરોધમાં વિશાળ રેલી કાઢી હતી. આ વિરોધ માર્ચમાં મોટી સંખ્યામાં ટીએમસીના નેતા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા અને એનઆરસીનાં વિરોધમાં નારા લગાવ્યા હતા.

આ માર્ચ ઉત્તર કોલકાતાનાં બીટી રોડ પર ચિડિયા મોડથી લઈને શ્યામબજાર ફાઈવ પોઈન્ટ સુધી કાઢવામાં આવી હતી. મમતા બેનર્જીએ એનઆરસીની અંતિમ યાદીને નિષ્ફળ ગણાવી છે. તેમમે મોદી સરકારને એનઆરસી મુદ્દે મોદી સરકારને ઘેરતા જણાવ્યુ હતુ કે, એનઆરસીએ એ તમામ લોકોનો ચહેરો ઉઘાડો પાડી દીધો છે કે જેઓ આનો રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ઉપરાંત મમતા બેનર્જીએ એનઆરસીની યાદીમાંથી મોટી સંખ્યામાં બંગાળીઓને બહાર રાખવા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, મોદી સરકારે એનઆરસીની યાદી જાહેર કર્યા બાદ મમતા બેનર્જી આક્રમક મુડમાં છે. ઉલ્લેખનીય છેકે, મમતાએ અસમમાં એનઆરસીને કારણે 19 લાખ લોકોને બહાર કરવાને લઈને પહેલાં પણ પ્રતિક્રિયા આપી હતી. આની પહેલાં NRCની સામે તૃણમૂલ કોંગ્રેસ તરફથી સાત અને આઠ સપ્ટેમ્બરે જીલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

READ ALSO

Related posts

Vidoe: ગેન્ગસ્ટર વિકાસ દુબે પરની ઈનામી રકમ વધારાઈ, શું આ શહેરમાં છુપાયો છે ?

Ankita Trada

કોરોના વિસ્ફોટથી બિહારના આ શહેરમાં 10થી 16 જુલાઈ સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન, અનલોક-2 ભારે પડ્યું

Harshad Patel

ઠંડીમાં કોરોના વધારે મુસિબત ઉભી કરશે, ચોમાસું અને શિયાળો છે કોરોનાના ટાર્ગેટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!