GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં ઐતિહાસિક ક્ષણ: સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકેના મમતાએ લીધા શપથ, ખૂબ જ સાદગીપૂર્ણ રીતે યોજાયો કાર્યક્રમ

Last Updated on May 5, 2021 by Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં શાનદાર જીત બાદ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ બંગાળના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર બુધવારે રાજભવન ખાતે શપથ લીધા હતા. કોવિડ મહામારીના કારણે આ કાર્યક્રમ એક દમ સાદગીપૂર્ણ રીતે આયોજીત કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ટીએમસીએ ફરી એક વાર બમ્પર જીત મેળવી છે. જો કે, ચૂંટણી પરિણામોની સાથે સાથે બંગાળમાંથી હિંસાની ખબરો પણ આવી રહી છે. આ તમામની વચ્ચે ટીએમસી ચીફ મમતા બેનર્જી આજે સવારે 10.45 કલાકે રાજભવન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર શપથગ્રહણ કર્યા હતા.

સાદગીથી શપથગ્રહણ, લોકો 50 રહેશે હાજર

કોરોના મહામારીને જોતા મમતા બેનર્જીનો શપથગ્રહણ સમારંભ એકદમ સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો. સમારંભમાં ફક્ત 50 લોકો જ હાજર હેશે.

ખૂબ જ નાનો હશે કાર્યક્રમ

કોરોના મહામારીને જોતા શપથગ્રહણ કાર્યક્રમ ખૂબ નાનો રહ્યો હતો. કાર્યવાહક સીએમ મમતા બેનર્જી સવારે 10.45 કલાકે ત્રીજી વાર સીએમ પદના શપથ લીધા હતા. આ કાર્યક્રમ ફક્ત 55 મીનિટનો યોજાયો હતો. શપથગ્રહણ બાદ મમતા સીધા નબન્ના જશે. નબન્નામાં મમતાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીએ 292માંથી 213 સીટો જીતીને સતત ત્રીજી વાર સત્તામાં આવી છે. ભાજપને અહીં ફક્ત 77 સીટ મળી છે. તો વળી અન્યએ બે સીટ જીતી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah

ICMRના હેડની ચેતવણી/ આ જિલ્લાઓમાં 6થી 8 સપ્તાહનું લોકડાઉન નહીં અપાય તો કોરોના બેકાબૂ બનશે, દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકા

Harshad Patel

ફફડાટ/ કોરોનાની બીજી લહેરની ચેન તોડવા મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાયું, આ તારીખ સુધી માત્ર મળશે આ છૂટછાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!