રાહુલ ગાંધીની પીએમ બનવાની આશા પર ફરી અલ્પવિરામ, વધુ એક મુખ્યમંત્રીએ નાખ્યું રોડુ

અખિલેશ યાદવ બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ રાહુલ ગાંધીના વડાપ્રધાન પદની ઉમેદવારીની રાહમાં રોડું બને તેવી ટીપ્પણી કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણી બાદ તમામ પાર્ટીઓ સાથે મળીને વડાપ્રધાન પદના ઉમેદવારની ચર્ચા કરશે. હાલ આ યોગ્ય સમય નથી. મહત્વપૂર્ણ છે કે ડીએમકેના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીના નામને પ્રસ્તાવિત કર્યું હતું.

આના સંદર્ભે મમતા બેનર્જીએ કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણી બાદ આના પર ચર્ચા થવી જોઈએ. ગઠબંધનને મજબૂતી સાથે એક થઈને ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમણે કહ્યું છે કે બાદમાં તમામ પાર્ટીઓ સાથે મળીને વડાપ્રધાન તરીકે જેનું નામ નક્કી કરશે તેનો તેઓ સ્વીકાર કરશે. વડાપ્રધાન પદના દાવેદારોમાંથી પોતે એક છે. તેવા સવાલના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું છે કે આ મુદ્દા પર ચર્ચા કરવાનો હાલ યોગ્ય સમય નથી. તેઓ એકલા નથી.

બધાં સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓ દ્રઢતાથી એકસાથે છે. આ પહેલા ટીએમસીએ કહ્યું હતું કે જો વડાપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા સમય પહેલા કરવામાં આવશે, તો તેનાથી વિપક્ષી એકતા વિભાજીત થશે.

કોંગ્રેસ વગર 2019ની લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બીએસપીના ચૂંટણી જોડાણને પણ મમતા બેનર્જીએ આવકાર્યું છે. તેમણે કહ્યું છે કે આ ઘણું સારું છે. આ પ્રાદેશિક પક્ષોની મજબૂતી છે અને તેઓ તેની પ્રશંસા કરે છે. તેમણે ક્હ્યુ છે કે અહીં તેમના ગઠબંધનને કારણે એકલાહાથે પણ ચૂંટણી લડી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter