GSTV

13 વર્ષ પહેલાં ધરણાં યોજી સીએમ બન્યા હતા મમતા, શું આ પીએમ બનવાનો છે ખેલ?

Last Updated on February 5, 2019 by Karan

13 વર્ષ પહેલા સિંગૂર ભૂમિ અધિગ્રહણ કેસના સમયે મમતા બેનરજી પોતાના આ રૂપમાં જોવા મળી હતી. એ સમયે સમગ્ર દેશમાં દીદીના નામે મશહૂર મમતા વર્ષ 2006માં સતત 26 દિવસ સુધી ધરણાં પર બેઠાં હતાં. આ સમયે ટાટા નેનો કારનો પ્રોજેકટ જવાબદાર હતો. સિંગૂરમાં ભૂમિ અધિગ્રહણનું વિરોધ કરવા તે ધરણા પર બેઠી હતી. મમતાના પ્રયત્નો અને અન્ય અવરોધોના લીધે ટાટાને સિંગૂર પ્રોજેકટથી પોતાના હાથ ખેંચવા પડ્યા હતા. ત્યાં જ બીજી બાજુ વેસ્ટ બંગાળની જનતાએ આ પ્રયાસોને પુરસ્કાર તરીકે તેમને રાઈટર્સ બિલ્ડિંગ એટલે કે સચિવાલય પહોંચાડી દીધા હતા. હવે એક વાર ફરી રવિવારે રાત્રે તે મેટ્રો ચેનલ પાસે ધરણાં પર બેસી ગયા છે. આ વખતે તેમની માંગ છે કે મોદી સરકાર દ્રારા કેન્દ્રિંય એજન્સીઓનું દુરૂપયોગ બંધ થાય. મમતાએ પત્રકારોને કહ્યું કે, ‘તે અભૂતપૂર્વ છે. તે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે આ કારણોનું ઉપયોગ કરી રહ્યા છે. જે કોઈ તખ્તાપલટ કરતા ઓછું નથી. તે સુપર ઈમરજન્સી છે.’

સંવિધાનની રક્ષા કરવાની જરૂર

મમતાએ આગળ કહ્યું કે, ‘તે બધુ જ ગબ્બર સ્ટાઈલમાં નિયંત્રિત કરવા માંગે છે. આ સંવેધાનિક સંકટ છે. સંવિધાનની રક્ષા કરવાની જરૂર છે. તે કોઈ પણ વસ્તુનો આધાર લઈ શકે છે. જેને રોકવું જોઈએ અને તેના માટે જ હું સત્યાગ્રહ કરી રહી છું. ફકત બંગાળમાં જ આ ખતરો નથી, તેનો સામનો બધા જ કરી રહ્યા છે. તે રાજનીતિક પ્રતિશોધી છે. અમારી પાસે વિશિષ્ટ ઈનપુટ છે કે તેઓ કલકત્તામાં સાંપ્રદાયિક તનાવને ભડકાવશે. હું ઈચ્છુ છું કે બધા જ એકજુથ થઈને પોતાનો અવાજ બુલંદ કરે.’

તેમની સામે ત્યાં સુધી ધરણા કરીશ જયાં સુધી તે રોકાઈ ના જાય

રાજયમાં તાજેતરમાં થયેલ રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે મમતા બેનરજીને ભ્રષ્ટાચારના કેસમાં ઘેરવાના પ્રયત્નો કર્યા છે. મુખ્યમંત્રી બેનરજી સતત ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીથી થતા દુરૂપયોગને લઈને બોલતી રહી હતી. રવિવારે તેમણે કહ્યું કે, ‘શું તમે દુર્ગાપુરમાં પીએમ દ્રારા બોલવામાં આવેલી ભાષા પર ધ્યાન આપ્યું? શું આ શિષ્ટાચાર છે? તે દેશના સંઘીય ઢંચા માટે ખતરો છે. હું લાંબા સમય સુધી સાંસદ રહી છું. મે એવી ભાષાનો કયારે પણ ઉપયોગ કર્યો નથી જેવી મારે સામે થઈ રહી છે. હું એક મહિલા હોવાના નાતે આવું કયારે પણ નથી કહેતી. તેઓ સંસ્થાનોને નષ્ટ કરવા પર લાગ્યા છે. હું એનાથી ખૂબ જ દુખી છું અને તેમની સામે ત્યાં સુધી ધરણા કરીશ જયાં સુધી તે રોકાઈ ના જાય.

મુકુલ રોય ભાજપને કરી રહ્યા છે મદદ

લોક ચૂંટણીને નજરમાં રાખતા રવિવારે થયેલ ઘટનાને રાજનીતિક કોરિડોર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કરોડો રૂપિયાના કેસની તપાસમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર પર તેને ડંખ તરીકે જોવામાં આવે છે. ગુરુવારે, સીબીઆઇએ મણિક મજુમદારને ધરપકડ કરી હતી, જે લાંબા સમયથી બેનરજીની સેવા કરી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી માને છે કે મુકુલ રોય જે તેમની પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે તે ભાજપને ચૂંટણી અભિયાનમાં બંગાળમાં મદદ કરી રહ્યો છે. તેઓ એવા પોલીસ અધિકારીઓને લક્ષ્યાંક બનાવી રહ્યા છે જે મમતાના સાથે નજીકથી જોડાયેલા છે.

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!