GSTV
Home » News » તમારા નસીબ સારા છે કે હું ચૂપ બેઠી છું, નહીંતર….

તમારા નસીબ સારા છે કે હું ચૂપ બેઠી છું, નહીંતર….

બંગાળનાં પાટનગર કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં રોડ-શોમાં થયલી હિંસા બાદ રાજકારણ ખતમ થવાનું નામ લેતો નથી. ખાસ કરીને વિદ્યાસાગર કોલેજમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડ્યા બાદ મામલો વધુ ગરમાયો છે. આરોપ-પ્રતિઆરોપની રાજનિતી વચ્ચે સીએમ મમતા બેનરજીએ કોલકાતામાં માર્ચ કાઢી હતી.

હિંસા અને મૂર્તિ તોડાયાનાં વિરોધમાં મમતા દીદીએ બેલિયાઘાટથી શ્યામબજાર સુધી માર્ચ કાઢી હતી. આ દરમિયાન તેમની સાથે રાજ્ય સરકારનાં અનેક મંત્રીઓ,નેતા અને કાર્યકરો હાથમાં ટીએમસીનો ઝંડો લઇને જોડાયા હતાં. તો મમતા દીદી પણ ઝંઝાવાતી અને ઝડપી ચાલ સાથે લોકોનું અભિવાદન કરતા હતા.

આ દરમિયાન મમતાએ ભાજપ નેતાઓ પર પ્રહારો કરતા કહ્યું કે,તમારા નસીબ સારા છે કે હું શાંતિથી બેઠી છું. નહિંતર એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપનાં મુખ્ય કાર્યાલય અને તમારા ઘરો પર કબજો કરી શકું છું. ત્યારબાદ મમતા બેનરજીએ પત્રકાર પરિષદમાં જણાંવ્યું કે,અમિત શાહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામા એવે. શાહને કેમ શો-કોઝ નોટીસ ન ફટકારી? પ્રચારની સમયમર્યાદા ઘટાડવાનો નિર્ણય ચૂંટણી પંચનો નહીં પરંતું મોદીનો છે.

અમિત શાહનાં રોડ-શોમાં મારામારી અને હિંસક ઘટના બન્યા બાદ ટીએમસી અને ભાજપ વચ્ચે જાણે કુરૂક્ષેત્રની લડાઈ જામી છે.અમિત શાહે યારોપ લગાવ્યો કે સ્વયં તેમનાં જીવને જોખમ છે. સીઆરપીએફ હતી એટલે તેઓ સલામત પરત આવી શક્યા છે. શાહનો આરોપ છે કે ટીએમસી કાર્યકરોએ જ મૂર્તિ તોડી છે,જેથી સહાનુભુતી મળી શકે.

READ ALSO

Related posts

કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

Dharika Jansari

પીએમ મોદી અને સંઘ પ્રમુખની આજે નાગપુરમાં મુલાકાત, Bjpને બહુમત સૌથી મોટો વિવાદ

Bansari

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!