પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે ચાર દિવસની દિલ્હીની યાત્રાએ શુક્રવારે આવી પહોંચ્યાં. મમતા દિલ્હી આવવા નિકળ્યાં એ પહેલાં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિલીપ ઘોષે કરેલા નિવેદનના કારણે વિવાદ સર્જાઈ ગયો છે. મમતા દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મળ્યા છે. ઘોષે દાવો કર્યો કે, મમતા મોદીને એવો મેસેજ આપવા માટે મળે છે કે, સેટિંગ થઈ ગયું છે. ઘોષે એવું પણ કહ્યુ કે, કેન્દ્ર સરકારે આ વાત પર ધ્યાન આપવું જોઈએ અને મમતાની જાળમાં ન ફસાવું જોઈએ.

ઘોષે ક્યા સંદર્ભમાં આ વાત કરી એ સ્પષ્ટ નથી. મમતા મોદી સાથે ક્યા સેટિંગની વાત કરે છે તેનો પણ ખુલાસો ઘોષે કર્યો નથી પણ ભાજપના નેતા માને છે કે, ઘોષે આડકતરી રીતે ભાજપ હાઈકમાન્ડ પર આક્ષેપ મૂકીને નારાજગી વ્યક્ત કરી છે. હાઈકમાન્ડે આ મુદ્દે ઘોષ પાસે સ્પષ્ટતા માંગવી જોઈએ. મમતા દિલ્હીમાં સોનિયા ગાંધીને મળી શકે છે. મમતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પણ શુભેચ્છા મુલાકાત લઈ શકે છે.
Read Also
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ
- મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો
- Viral Video : પિતા બાળકને પટ્ટા પર બાંધી રહ્યા હતા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- માણસનું બાળક છે કૂતરાનું નથી
- Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા