પશ્વિમ બંગાળમાં ટીએમસીના ધારાસભ્ય અને કોર્પોરેટર ભાજપમાં જોડાતા મમતા બેનર્જીએ પાર્ટીના કાર્યકર્તાઓને એકશન મોડમાં આવવાની સૂચના આપી. તેમણે જણાવ્યુ કે, ભાજપ દ્વારા કબ્જો કરવામાં આવેલા ટીએમસીના કાર્યાલય પર ફરીવાર કબ્જો કરવામાં આવે. બંગાળની જનતા ગદ્દારોને છોડવાની નથી અને તેમને જડબાતોડ જવાબ આપવાની છે.

આ સાથે મમતાએ પશ્વિમ બંગાળમાં સંઘનો સામનો કરવા માટે નવા સંગઠન જય હિંદ વાહનીની જાહેરાત પણ કરી છે. જેના ચેરમેન તરીકે કાર્તિક બેનર્જી અને બ્રાત્ય બસુને નિમણૂક કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપ અને ટીએમસી વચ્ચે રાજકીય લડાઈ સતત વધી છે. બંગાળમાં ભાજપ રાજકીય જમીનને વધુ મજબૂત બનાવી રહ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 42 બેઠકમાંથી 18 બેઠક પર જીત મેળવી છે.
Read Also
- ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે
- સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી
- BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો
- IPL FINAL 2022: ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLનો ગ્રાન્ડ ફિનાલે, રાત્રે 8.00 વાગ્યાથી મેચ થશે શરૂ
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ