GSTV
ANDAR NI VAT Trending

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભડકોઃ મમતા બેનરજી અને રાજ્યપાલ ફરી સામ-સામે

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એક વખત ભડકો થયો છે. મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડ સામ-સામે આવી ગયા છે. પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં તૃણમુલ કૉન્ગ્રેસના પંચાયત સ્તરના એક નેતાની હત્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા અને તોફાની તત્ત્વોએ કેટલાક ઘરોમાં આગ ચાંપી હતી. એ આગમાં આઠ લોકો જીવતા સળગી ગયા હતા. તેમાંથી બે બાળકો હતા. આ હત્યાકાંડ માટે ભાજપે તૃણમુલ કૉન્ગ્રેસના ગુંડાઓને દોષિત ઠેરવ્યા છે અને સીબીઆઈ પાસે તપાસની માગણી કરી છે.

મમતા

રાજ્યપાલ ધનખડે આ ઘટનાને ભયાવહ ગણાવી પશ્ચિમ બંગાળ હિંસા અને અરાજકતાની સંસ્કૃતિમાં સપડાયેલું હોવાનો દાવો કર્યો હતો. તેની પ્રતિક્રિયા આપતાં મમતા બેનરજીએ રાજ્યપાલને અનુચિત નિવેદનોથી બચવા અપીલ કરી હતી. મમતાએ રાજ્યપાલને પત્રમાં લખ્યું કે, ‘આપનું નિવેદન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે તથા તમારા જેવા પ્રતિષ્ઠિત સંવૈધાનિક પદ પર બેઠેલી વ્યક્તિ માટે અશોભનીય છે. તમારી વાતો અને નિવેદનોમાં રાજકીય સ્વર છે, જે સત્તાધારી પક્ષને ધમકાવે છે અને અન્ય રાજકીય પક્ષોને સમર્થન આપી રહ્યો છે.’

મમતા

કેન્દ્ર સરકારે પણ આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર પાસે રીપોર્ટ માંગ્યો છે. પશ્ચિમ બંગાળના નવ સાંસદોએ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી તથા આ મામલામાં હસ્તક્ષેપ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. કૉન્ગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પશ્ચિમ બંગાળમાં કલમ 355 એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી.

Read Also

Related posts

પાયલટનું પ્લેન ટેકઓફ પહેલા ક્રેશ, મોહન ભાગવતના નિવેદનની પ્રશંસા, જુઓ અમારી વિશેષ રજૂઆત, અંદરની વાત

Hemal Vegda

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda
GSTV