GSTV
India News Trending

મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સતત સમાચારોમાં છવાયેલા રહે છે. ક્યારેક વિવાદિત નિવેદનો આપીને તો ક્યારેક પીએમ મોદી વિરુદ્ધ નિવેદનો આપીને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે તેઓ ફરી એક વખત વિવાદમાં રહ્યા છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની ટ્વિટર પ્રોફાઇલમાં હાલ તસવીરને લઈને વિવાદ શરૂ થયો છે. આ ફોટોમાં તેમણે આઝાદીની ચળવળ સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના ફોટોને શામેલ કર્યો છે. પરંતુ આ ફોટોમાં પંડિત જવાહરલાલ નેહરુ નથી. આ ફોટોને લઈને વિવાદ શરૂ થયો છે. નહેરુ ફોટોમાં ન હોવાને પગલે કોંગ્રેસે તેમના પર નિશાન સાધ્યું છે. અત્યાર સુધી ભાજપ પર કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નેહરુની અવગણના કરવાનો આરોપ લગાવવામાં આવતો હતો, પરંતુ હવે મમતા બેનર્જી પણ આ જ ક્લબમાં જોડાતા જોવા મળી રહી છે. મમતા બેનર્જીના જવાબમાં બંગાળ કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે અને TMC પર સવાલ ઉઠાવ્યા છે.

અભિષેક બેનર્જીના ટ્વિટને કર્યું રિટ્વિટ

એક ટ્વિટર યુઝર અભિષેક બેનર્જીના ટ્વીટને રીટ્વીટ કરતા કોંગ્રેસે પ્રહારો કર્યા છે. અભિષેક બેનર્જીએ પોતાની ટ્વીટમાં પુત્રી દ્વારા તૈયાર કરેલો સ્કેચ શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘મારી પુત્રીએ ઈતિહાસની કેટલીક મૂળભૂત બાબતોને યાદ અપાવતા પ્રથમ સ્વતંત્રતા દિવસની તસવીર શેર કરી છે. આ ફોટોમાં દીકરીએ પ્રથમ સ્વતંત્રતા દિવસનો સ્કેચ બનાવ્યો છે, જેમાં પંડિત જવાહરલાલ નેહરુ પણ જોવા મળે છે. આ ટ્વીટને રીટ્વીટ કરીને કોંગ્રેસે TMC અને મમતા બેનર્જીને ટેગ કર્યા છે. કોંગ્રેસે લખ્યું, ‘એક બાળકી તરફથી મમતા બેનર્જી અને ટીએમસીને ઈતિહાસનો પાઠ. કારણ કે આ લોકોએ જાણીજોઈને જવાહરલાલ નેહરુની તસવીર હટાવી હતી.

કર્ણાટકમાં પણ ચાલી રહ્યો છે આ વિવાદ

નેહરુની તસવીર હટાવવાનો વિવાદ કર્ણાટકમાં પણ ચાલી રહ્યો છે. કર્ણાટકની બસવરાજ બોમ્માઈ સરકારે દેશની આઝાદીમાં યોગદાન આપનારા ક્રાંતિકારીઓને યાદ કરીને અખબારોમાં એક જાહેરાત બહાર પાડી છે. પરંતુ આ પોસ્ટરમાંથી જવાહરલાલ નેહરુનો ફોટો ગાયબ હતો. કોંગ્રેસ આ અંગે પ્રહારો કરી રહી છે અને ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવી રહી છે. આ મામલામાં રાજ્યના વિપક્ષી નેતા એમ. સિદ્ધારમૈયાએ સીએમ બોમ્માઈ પાસે માફી માંગવાની માંગ કરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે જનતાના ટેક્સના પૈસાથી પ્રસિદ્ધ કરાયેલી જાહેરાતમાં જવાહરલાલ નેહરુનું અપમાન સ્વીકારી શકાય નહીં. નેહરુનું અપમાન કરવા બદલ મુખ્યમંત્રીએ રાજ્યની જનતાની માફી માંગવી જોઈએ.

Related posts

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda

Investment Plan: 1000 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ પર મળશે 2 કરોડનું ફંડ, જાણો સમગ્ર વિગત

Hemal Vegda
GSTV