GSTV

નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા બેનર્જી, શુભેન્દુના ગઢમાં રેલી કરીને બીજેપીને દેખાડી તાકાત, 200થી વધુ સીટો સાથે TMC સરકાર બનાવવાનો દાવો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેરાત કરી છે કે તેઓ આ વખતે નંદીગ્રામ વિધાનસભાથી ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા રાજનીતિક જંગને લઈને મમતાના આ એલાનથી કેટલા અર્થ નિકળી રહ્યા છે. આ પહેલા મમતા બેનરજી ભવાનીપુરથી ચૂંટણી લડતા આવ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં રાજનીતિક લડાઈ ચાલુ

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને રાજનીતિક લડાઈ ચાલુ થઈ ગઈ છે. સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની મુખિયા મમતા બેનર્જીએ નંદીગ્રામમાં જાહેર સભા કરી હતી. અહીં તેમના નિશાના પર ભારતીય જનતા પાર્ટી રહી છે.

આ વખતે પણ બંગાળમાં 200થી વધુ સીટો સાથે બનશે ટીએમસી સરકાર

મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ચૂંટણી સભામાં એવું એલાન કરાયું છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે આ વખતે અહીંથી ચૂંટણી લડું, મમતાએ મંચ પર જ રાજ્ય યુનિટની અધ્યક્ષથી આ અપીલ કરી અને તુરંત ત્યાં નિર્ણય પણ લેવાઈ ગયો. મમતા બેનર્જી એ કહ્યું કે આ વખતે પણ બંગાળમાં ટીએમસીની સરકાર બનશે અને ટીએમસી 200થી વધારે સીટો મળશે.

નંદીગ્રામ આંદોલન કોણે કર્યું

મમતા બેનર્જીએ અહીં ટીએમસીથી બીજેપીમાં ગયેલા શુભેન્દુ અધિકારી ઉપર પણ ચાબખા મારતાં કહ્યું કે નંદીગ્રામ આંદોલન કોણે કર્યું, આના પર તેમણે કોઈ બીજા પાસેથી જ્ઞાન લેવાની જરૂર નથી. આજે ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે અને બીજેપીને ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવા જોઈએ.

પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા નેતા પર માર્યા ચાબખા

ટીએમસીના કેટલા નેતાઓ ગત દિવસોમાં પાર્ટી છોડીને બીજેપીમાં ગયા તેના પર મમમતાએ રેલીમાં ચાબખા માર્યા. મમતા બેનર્જીએ કહ્યું કે બીજેપી તરફથી પૈસાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ જ કારણે કેટલાય લોકો તેમની તરફ જઈ રહ્યા છે. બીજેપી તરફથી કેટલાક ખાસ લોકોને દિલ્હીથી જ ડરાવાઈ રહ્યા છે, જેથી તેમનું પલડું ભારે થઈ શકે.

મમતા બેનર્જી એવી જાહેરાત કરી બીજેપીને ચેલેન્જ આપી દીધી

જણાવી દઈએ કે બીજેપી તરફથી સતત ટીએમસીમાં તોડફોડ કરાવવાનું કામ કરાવાઈ રહ્યું છે. શુભેન્દુ અધિકારી પણ આ વિસ્તારથી આવે છે. એવામાં હવે મમતા બેનર્જી એવી જાહેરાત કરી બીજેપીને ચેલેન્જ આપી દીધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ

Pravin Makwana

Boycott China દંભ : આત્મનિર્ભર અને દેશદ્રોહની વાતો વચ્ચે ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, આટલો થયો વેપાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!