GSTV
Home » News » સંસદમાં આજે જોરદાર હંગામો થવાના અણસાર, કોંગ્રેસે પણ સાંસદોને આપ્યો વ્હીપ

સંસદમાં આજે જોરદાર હંગામો થવાના અણસાર, કોંગ્રેસે પણ સાંસદોને આપ્યો વ્હીપ

પશ્વિમ બંગાળની લડાઈના પડઘા સંસદમાં પડવાની શક્યતા છે. ટીએમસીએ રાજ્યસભામાં સીબીઆઈ વિવાદ મામલે નોટિસ આપી છે. ટીએમસીના સાસંદો સીબીઆઈ વિવાદ મામલે હંગામો કરી શકે છે. પશ્વિમ બંગાળના કોલકત્તામાં સીબીઆઈ અને પોલીસ વચ્ચે થયેલા વિવાદ બાદ મમતા બેનર્જીએ ઘરણા શરૂ કરતા ટીએમસી અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઈ.

ટીએમસી બાદ કોંગ્રેસ પર સરકારને ઘેરવાના મૂડમાં છે.કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને પાર્લામેન્ટની કાર્યવાહી દરમ્યાન હાજર રહેવા વ્હિપ જાહેર કર્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોગ્રેસે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરવા અને વચગાળાના બજેટ અંગે સરકારને ઘેરવા સાંસદોને વ્હિપ જાહેર કર્યુ છે.

કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના સમામ સાંસદોને સંસદમા હાજર રહેવા સૂચન કર્યુ હતું. મહત્વપૂર્ણ છે કે, સંસદમાં શુક્રવારે બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ લોકસભાના સ્પિકર સુમિત્રા મહાજને સંસદની કાર્યવાહી આજ સુધી સ્થગિત કરી હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

મૃતક કમલેશ તિવારીના પુત્રએ શા માટે કહ્યું, મને યુપી સરકાર પર નથી ભરોશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!