GSTV

જીદ પર આવ્યા/ મળવું હોય તો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને નેગેટિવ રીપોર્ટ લઈને આવો, મમતાએ મળવાનું જ ટાળી દીધું

મમતા

Last Updated on July 29, 2021 by Bansari

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી જડ વલણના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ના મળી શક્યાં. મમતા બુધવારે રાષ્ટ્રપતિને મળવાનાં હતાં. રાષ્ટ્રપતિએ તેમને બપોર પછી મળવા માટે એપોઈન્ટમેન્ટ પણ આપી દીધી હતી પણ રાષ્ટ્રપતિ ભવને નિયમનો હવાલો આપીને મમતાને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને નેગેટિવ રીપોર્ટ લઈને આવવા કહ્યું.

મમતાએ કરી આ દલીલ

મમતાએ દલીલ કરી કે, પોતે કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચૂક્યાં છે તેથી કોરોનાનો ખતરો નથી પણ રાષ્ટ્રપતિ ભવને આરટી-પીસીઆર ટેસ્ટનો આગ્રહ રાખ્યો. મમતાએ છેલ્લી ઘડીએ પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ શક્ય નથી એવી દલીલ કરી પણ અધિકારીઓ નિયમ પ્રમાણે વર્તવા માટે મક્કમ હતા તેથી મમતાએ જીદ પર આવીને રાષ્ટ્રપતિને મળવાનું જ માંડી વાળ્યું.

મમતા

મમતાની જીદની આકરી ટીકા થઈ

મમતાની જીદની આકરી ટીકા થઈ રહી છે. વિશ્લેષકોના મતે, મમતાનું વલણ આઘાતજનક છે. મમતા સોમવારે સાંજે જ દિલ્હી આવી ગયાં હતાં એ જોતાં તેમણે રીપોર્ટ કરાવી લીધો હોત તો રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પહેલાં ટેસ્ટનો રીપોર્ટ આવી ગયો હોત. બંગાળની પ્રજાનાં હિતોને ધ્યાનમાં રાખીને તેમણે જીદ છોડવાની જરૂર હતી.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!