GSTV
Home » News » મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર આમને સામને, રાજકીય સમિકરણોમાં આવ્યો આ બદલાવ

મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર આમને સામને, રાજકીય સમિકરણોમાં આવ્યો આ બદલાવ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે. આ સ્થિતિ વચ્ચે રાજકીય ગણીત પર પણ તેની અસર થઇ શકે છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે હાલ જે પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં સર્જાઇ છે તેનાથી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બન્નેને ફાયદો થઇ શકે છે. સીબીઆઇ જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકાત્તાના પોલીસ કમિશનરને ત્યાં દરોડા પાડવા ગઇ તો મમતા બેનરજી તેમની ઢાલ બની ગયા હતા અને ધરણા પર બેસી ગયા છે જેને પગલે રાજ્યના રાજકીય સમિકરણો પણ બદલાઇ ગયા છે.

હાલ પશ્ચિમ બંગાળમા હવે પરિસ્થિતિ ભાજપ સામે તૃણમુલ કોંગ્રેસ તેવી થઇ ગઇ છે. મમતાના નિશાના પર અત્યાર સુધી લેફ્ટ પાર્ટી હતી, જોકે હવે લેફ્ટ અને કોંગ્રેસની જગ્યાએ ભાજપ આવી ગઇ છે અને તેની સામે મમતાએ મોરચો માંડયો છે. ભાજપ શરૃઆતથી જ મમતાને મુસ્લિમ સમર્થક હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કરી રહી છે. જેનો ફાયદો ભાજપને લોકસભાની ચૂંટણીમાં થયો હતો. અને ગત લોકસભાની ચૂંટણી બાદ પણ ભાજપનો વોટશેર પશ્ચીમ બંગાળમાં વધ્યો હતો.

જોકે ચૂંટણીઓ જીતવામાં ભાજપ મમતા સામે નિષ્ફળ પુરવાર થઇ રહી છે. કેટલીક બેઠકો જીતી છે પણ હજુસુધી મજબુત વિપક્ષની ભૂમિકામાં પણ ભાજપ નથી પહોંચી શકી. જોકે હાલ પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ અને સીપીએમ બન્નેને બાજુમાં મુકીને ભાજપ આક્રામક બની ગયો છે. તેથી નિષ્ણાંતો માની રહ્યા છે કે હવે પશ્ચિમ બંગાળમાં સીધી જંગ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસની વચ્ચે રહેશે. તેથી બન્નેને નાનો મોટો ફાયદો થશે.

Related posts

રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર અડગ, તેમના નિવાસ સ્થાન બહાર કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો

Bansari

બૉક્સ ઓફિસ પર શાહિદની કબીર સિંહે ફટકારી સદી, પાંચ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

Mansi Patel

શોપિયોમાં એક કેબ ડ્રાઇવરે બેસાડી કશ્મીરિયતની મિસાલ, પાછા આપ્યા પ્રવાસીના 10 લાખ રૂપિયા

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!