GSTV

કોલકાતા પોલીસ કમિશનરે હાજર થવું પડશે CBIમાં, ચીટફંડ કૌભાંડના પુરાવા અંગે થશે પૂછપરછ

Last Updated on February 6, 2019 by

પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ અને પોલીસ આમને સામને આવી ગયા હતા. આ મામલો બાદમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સીબીઆઇએ પશ્ચિમ બંગાળ પોલીસ તેમજ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર પર અનેક આરોપો લગાવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે દલિલો સાંભળ્યા બાદ મંગળવારે જણાવ્યું હતું કે સીબીઆઇ સમક્ષ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર હાજર થાય સાથે સીબીઆઇને પણ કહ્યું હતું કે પોલીસ કમિશનરની એજન્સી હાલ ધરપકડ નહીં કરી શકે.

હવે એજન્સી જે તારીખ નક્કી કરે તે તારીખે રાજીવ કુમારે હાજર થવાનું રહેશે. જોકે અહીં રાજીવ કુમારની ધરપકડ કરવા પર હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની સીબીઆઇના અધિકારીઓ પૂછપરછ કરવા માટે તેમના નિવાસ સ્થાને ગયા હતા. જોકે પોલીસે આરોપ લગાવ્યો હતો કે વોરંટ વગર જ સીબીઆઇ અધિકારીઓ આવ્યા હોવાથી તેમને પાછા જવા કહ્યું હતું પણ ન માનતા પોલીસ અને અધિકારીઓ વચ્ચે જપાજપી થઇ હતી. બાદમાં સીબીઆઇના અધિકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

સીબીઆઇએ સુપ્રીમમાં કરેલી અરજીમાં એવા આરોપ લગાવ્યો હતો કે પોલીસ કમિશનર રાજીવ કુમારે ચિટફંડ કેસ સાથે સંકળાયેલા પુરાવાનો નાશ કરી નાખ્યો છે. સાથે પોલીસે સીબીઆઇ અધિકારીના ઘરને બાનમાં લીધુ હતું. બાદમાં સુપ્રીમ કોર્ટે મંગળવાર સુધીમાં આ દાવાના પુરાવા રજુ કરવા સીબીઆઇને કહ્યું હતું. હાલ સીબીઆઇને પૂછપરછની છુટ આપી છે પણ એજન્સી રાજીવ કુમારની હાલ ધરપકડ નહીં કરી શકે. સીબીઆઇએ જે અરજી કરી હતી તેમાં સુપ્રીમ કોર્ટની અવમાનનાનો પણ આરોપ લગાવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્ય સચીવ અને ડીજીપી પાસેથી જવાબ માગ્યો હતો.

એવી શક્યતાઓ છે કે જેમની પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે તે અધિકારીઓ આગામી ૨૦મી ફેબુ્રઆરીએ રુબરુ હાજર રહી શકે છે. આ અંગે કોર્ટના સેક્રેટરી જનરલ આ અધિકારીઓને એક દિવસ અગાઉ ૧૯મી તારીખે જ જાણ કરી દેશે કે તેઓએ કોર્ટમાં હાજ રહેવું કે નહીં. સમગ્ર મામલે ૧૫ મિનિટ સુધી સુનાવણી ચાલી હતી. જેમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને તુષાર મહેતાએ આરોપ લગાવ્યો હતો કે ચિટફંડ કેસમાં રાજીવ કુમાર સહકાર નથી આપી રહ્યા. સાથે કુમાર જે એસઆઇટીના વડા હતા તેણે ચિટફંડ મામલે બધા પુરાવા અને ડોક્યુમેન્ટ્સ સીબીઆઇને નથી સોપ્યા. 

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!