GSTV

દિલ્હી આવ્યા દીદી: સોનિયા ગાંધી સાથે મુલાકાત પર બોલ્યા મમતા બેનર્જી – બંધારણમાં ક્યાં લખ્યું છે કે દરવખતે મળવું જરૂરી છે

Last Updated on November 25, 2021 by Pritesh Mehta

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર કરવા માટે અન્ય પાર્ટીઓના નેતાઓને તોડવાનું કામ શરૂ કરી દીધું છે અને તેમાં તેમને સફળતા પણ મળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. ગત મંગળવારે જ્યાં તેઓ કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ અને પૂર્વ કોંગ્રેસ સાંસદ અશોક તંવર ટીએમસીમાં સામેલ થઇ ગયા છે તો બુધવારે રાત્રે મેઘાલયના પૂર્વ સીએમ મુકુલ સંગમા સાથે કોંગ્રેસના 11 ધારાસભ્યો પણ ટીએમસીમાં સામેલ થઇ ગયા છે. દરમિયાન, હવે મમતા દીદીનું એક મોટું નિવેદને કોંગ્રેસને માટે મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, મમતા સોનિયા ગાંધી સાથે મુલાકાત નહીં કરવા અંગે પૂછવામાં આવતા જે લહેકામાં જવાબ આપ્યો તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તે હવે તે કોંગ્રેસને સેજ પણ સ્પેસ આપવા માંગતા નથી.

બંધારણમાં નથી લખ્યું સોનિયા ગાંધીને મળવું: મમતા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત અંગે પૂછવામાં આવતા મમતાએ કહ્યું હતું કે આ વખતે મેં મુલાકાત માટે માત્ર વડાપ્રધાનનો જ સમય માંગ્યો હતો. તમામ નેતા પંજાબ ચૂંટણીમાં વ્યસ્ત છે. કામ પહેલા છે.. દર વખતે સોનિયા ગાંધીને કેમ મળવું? બંધારણમાં ફરજ પાડવામાં આવી છે? જણાવી દઈએ કે મમતા બેનર્જીના કોંગ્રેસ અધ્યક્ષ સાથે ગાઢ સંબંધો છે. પરંતુ, તાજેતરના ઘટનાક્રમ, જેમ કે મુખ્ય કોંગ્રેસી નેતાઓનું ટીએમસીમાં પલાયન, ગોવાની રાજનીતિમાં તેના પ્રવેશ અને મેઘાલયના નેતાઓને તોડવા સહિતના કારણોને લીધે બંનેના સંબંધો વચ્ચે તણાવ ઉભો થયો છે.

અખિલેશ યાદવ

યુપીમાં ભાજપ સામે અખિલેશને મદદ કરીશું : મમતા

મમતા બેનરજીનું કહેવું છે કે જો તૃણમૂલ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવામાં મદદ કરી શકે છે તો અમે કરીશું. જો અખિલેશ યાદવ અમારી મદદ ઈચ્છે છે તો અમે મદદ કરીશું. સીએમ બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટીએ ગોવામાં શરૂઆત કરી છે અને કેટલાંક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ પણ સખત સંઘર્ષ કરવો જોઈએ.

મમતા બેનર્જી

વારાણસી પણ જશે મમતા

મમતાએ કહ્યું કે તે વારાણસી પણ જશે. કારણ કે કમલાપતિ ત્રિપાઠીનો પરિવાર હવે અમારી સાથે છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલાપતિના પરિવારના રાજેશપતિ અને લલિતેશપતિ ત્રિપાઠી ઓક્ટોબરમાં ટીએમસીમાં સામેલ થઇ ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!