GSTV
India News Trending

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પુરી થવા છતા પણ રાજકીય જંગ પુરો નથી થયો. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, ત્યારે હવે તેમણે નંદીગ્રામ સીટની આખી ચૂંટણી પ્રક્રિયાને હાઇ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટમાં આવતીકાલે સુનવણી થશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ નિર્ણયને લઇને ભઆજપની પ્રતિક્રિયા આવી છે. અમિત માલવિયાએ કહ્યું કે તમે બે વખત ચૂંટણી કઇ રીતે હારો છો? પહેલા તો ચૂંટણીમાં અને બાદમાં હારી ગયેલા વ્યક્તિની માફક કોર્ટમાં જનમતને પડકાર ફેંકીને. માલવીયાએ આગળ કહ્યું કે મમતા બેનર્જીને બે વખત નંદીગ્રામ સીટ પર હારતા જોવાનું મજેદાર રહેશે.

ચૂંટણી પરિણામને લઇને મમતા બેનર્જી હાઇકોર્ટ પહોંચી

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના પૂર્વ સહયોગી શુભેંદુ અધિકારીએ નંદીગ્રામ સીટ પરથી હરાવ્યા હતા. તેવામાં નંદીગ્રામ સીટના ચૂંટણી પરિણામને લઇને મમતા બેનર્જી હવે હાઇકોર્ટ પહોંચી છે. તેમણે નંદીગ્રામના ચૂંટણી પરિણામને પડકાર ફેંક્યો છે. મમતા બેનર્જીએ મત ગણતરી બાદ તરત આરોપ લગાવ્યો હતો કે તેમાં ગોટાળો થયો છે. ત્યારે આવતી કાલે કોર્ટમાં આ અંગે સુનવણી હાથ ધરાશે.

નંદીગ્રામમાં મળેલી હાર બાદ જ મમતાએ કહ્યું હતું કે આ પરિણામને તે કોર્ટમાં પડકારશે. મમતા બેનર્જીએ શુભેંદુ ધિકારી સામે ચૂંટણી લડવા માટે ભવાનીપુર પોતાની સીટ છોડી હતી. પરંતુ ભાજપના શુભેંદુ અધિકારીએ તેમને માત આપી હતી.

Read Also

Related posts

સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા

Zainul Ansari

Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks

GSTV Web Desk

સુરત / મનપા દ્વારા ભાજપના કાર્યકરોને પ્લોટની આડેધડ લ્હાણી, સત્તાપક્ષના કાર્યકરોએ જ ચઢાવી બાયો

Zainul Ansari
GSTV