GSTV

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

ચૂંટણી

Last Updated on June 18, 2021 by Damini Patel

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પુરી થવા છતા પણ રાજકીય જંગ પુરો નથી થયો. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, ત્યારે હવે તેમણે નંદીગ્રામ સીટની આખી ચૂંટણી પ્રક્રિયાને હાઇ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટમાં આવતીકાલે સુનવણી થશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ નિર્ણયને લઇને ભાજપની પ્રતિક્રિયા આવી છે. અમિત માલવિયાએ કહ્યું કે તમે બે વખત ચૂંટણી કઇ રીતે હારો છો? પહેલા તો ચૂંટણીમાં અને બાદમાં હારી ગયેલા વ્યક્તિની માફક કોર્ટમાં જનમતને પડકાર ફેંકીને. માલવીયાએ આગળ કહ્યું કે મમતા બેનર્જીને બે વખત નંદીગ્રામ સીટ પર હારતા જોવાનું મજેદાર રહેશે.

ચૂંટણી પરિણામને લઇને મમતા બેનર્જી હાઇકોર્ટ પહોંચી

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના પૂર્વ સહયોગી શુભેંદુ અધિકારીએ નંદીગ્રામ સીટ પરથી હરાવ્યા હતા. તેવામાં નંદીગ્રામ સીટના ચૂંટણી પરિણામને લઇને મમતા બેનર્જી હવે હાઇકોર્ટ પહોંચી છે. તેમણે નંદીગ્રામના ચૂંટણી પરિણામને પડકાર ફેંક્યો છે. મમતા બેનર્જીએ મત ગણતરી બાદ તરત આરોપ લગાવ્યો હતો કે તેમાં ગોટાળો થયો છે. ત્યારે આવતી કાલે કોર્ટમાં આ અંગે સુનવણી હાથ ધરાશે.

મમતાએ શુભેંદુ સામે ચૂંટણી લડવા ભવાનીપુર સીટ છોડી

નંદીગ્રામમાં મળેલી હાર બાદ જ મમતાએ કહ્યું હતું કે આ પરિણામને તે કોર્ટમાં પડકારશે. મમતા બેનર્જીએ શુભેંદુ અધિકારી સામે ચૂંટણી લડવા માટે ભવાનીપુર પોતાની સીટ છોડી હતી. પરંતુ ભાજપના શુભેંદુ અધિકારીએ તેમને માત આપી હતી.

Read Also

Related posts

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!