GSTV
Home » News » ઓરિસ્સા બાદ રાતે બંગાળ પહોંચશે ‘ફાની’ વાવાઝોડુ, મમતાએ રદ કરી ચૂંટણી સભાઓ

ઓરિસ્સા બાદ રાતે બંગાળ પહોંચશે ‘ફાની’ વાવાઝોડુ, મમતાએ રદ કરી ચૂંટણી સભાઓ

ચક્રવાતી તોફાન ફાની ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાઈ ચુક્યુ છે અને આજે રાત સુધીમાં બંગાળમાં પણ તેની અસર જોવા મળી શકે છે. જેના પગલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી 48 કલાક સુધી પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં તમામ સરકારી સ્કૂલોમાં સમય પહેલા જ વેકેશન જાહેર કરી દેવાયુ છે. પશ્ચિમ બંગાળમાં 24 પરગણા, હાવડા, હુગલી અને કોલકાતા જીલ્લો પ્રભાવિત થાય તેવી શક્યતા છે.

તેની સાથે સાથે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લા પણ આ તોફાનમાં પ્રભાવિત થઈ શકે છે. આંધપ્રદેશમાં વાવાઝોડાની અસરના ભાગરુપે શ્રીકકુલમમાં ભારે વરસાદ પડ્યો છે. ફાનીના પગલે ઓરિસ્સામાં 220 જેટલી ટ્રેનો શનિવારે રદ કરાઈ છે. શુક્રવારે ઓરિસ્સા જતી તમામ ફ્લાઈટ રદ કરાઈ છે. એક અંદાજ પ્રમાણે 11 લાખ લોકોને વાવાઝોડાના કારણે સુરક્ષિત જગ્યા પર પહોંચાડવા પડશે.જેમાંથી 3.3 લાખ લોકોનુ સ્થળાંતર થઈ ચુક્યુ છે. ઓરિસ્સામાં 900 જેટલા શેલ્ટર હોમ તૈયાર કરાયા છે.

READ ALSO

Related posts

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લુણાવાડા બેઠક પર આ ઉમેદવારોના નામની ચર્ચા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!