GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

આંધ્રપ્રદેશ બાદ પશ્ચિમ બંગાળમાં પણ નહીં ઘુસી શકે સીબીઆઈ, લેવી પડશે પરવાનગી

આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનને ઘૂસવા દેવાશે નહીં. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે સીબીઆઈને રાજ્યમાં દરોડા પાડવા અથવા તપાસ કરવા માટે આપવામાં આવેલી સામાન્ય સંમતિ શુક્રવારે પાછી ખેંચી લીધી છે. પશ્ચિમ બંગાળના સચિવાલયના એક ટોચના અધિકારી દ્વારા આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની સરકાર પહેલા આંધ્રપ્રદેશ સરકારે પણ રાજ્યમાં સીબીઆઈના રાજ્ય સરકારની મંજૂરી વગર પ્રવેશ પર રોક લગાવી દીધી છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના નિર્ણયને સમર્થન આપ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ પોતાના રાજ્યમાં સીબીઆઈની મંજૂરી વગરના પ્રવેશ પર રોક લગાવી છે. આ પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચંદ્રાબાબુ નાયડુએ બિલકુલ યોગ્ય નિર્ણય કર્યો છે.

ભાજપ પોતાના રાજકીય હિતો અને રાજકીય કિન્નાખોરી માટે સીબીઆઈ અને અન્ય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 1989માં તત્કાલિન ડાબેરી સરકારે સીબીઆઈને દરોડા અને તપાસ કરવા માટે સામાન્ય સંમતિ આપી હતી. એક અધિકારી પ્રમાણે.. શુક્રવારે નોટિફિકેશન બાદ સીબીઆઈને હવે અદાલતના આદેશ સિવાય અનેય મામલાઓમાં કોઈપણ પ્રકારની તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.

સીબીઆઈ દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન કાયદાની જોગવાઈઓ હેઠળ કામગીરી કરે છે. આ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ આના સંદર્ભે ઘોષણા કરી હતી. આંધ્રપ્રદેશના ઘણાં ટોચના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા બાદ રાજ્ય સરકારે આના સંદર્ભે આ સપ્તાહે એક જાહેરનામું બહાર પાડીને સીબીઆઈ પરથી ભરોસો ખતમ થયો હોવાની વાત જણાવી હતી. જો કે સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈને આના સંદર્ભે કોઈપણ પ્રકારનો પત્ર પ્રાપ્ત થયો નથી.

સૂત્રનું કહેવું છે કે આવા પ્રકારના નોટિફેશન મળવાની સ્થિતિમાં સીબીઆઈ નિર્ણયની વિરુદ્ધ કાયદાકીય બાબતોનો સહારો લઈ શકે છે. માનવામાં આવે છે કે આ વર્ષે આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીવાળી ટીડીપી સરકારના એનડીએતી અલગ થયા બાદ કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારના સંબંધો ઘણાં વણસી ચુક્યા છે. ચંદ્રાબાબુ નાયડુ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી દળોને ભાજપ સામે એકજૂટ કરવાની કોશિશો કરી રહ્યા છે.

નાયડુનો આરોપ છે કે ભાજપ અને વાઈએસઆર કોંગ્રેસ સાથે મળીને આંધ્રપ્રદેશની સરકારને અસ્થિર કરી રહ્યા છે. ચંદ્રાબાબુના નિર્ણયનું કોંગ્રેસે પણ સમર્થન કર્યું છે. કોંગ્રેસના નેતા પી. સી. ચાકોનું કહેવું છે કે ચંદ્રાબાબુ નાયડુના પગલે દરેક રાજ્યોએ આમ કરવું જોઈએ. જો કાયદો અને વ્યવસ્થાનો મામલો હોય, તો રાજ્ય પોતાનું વલણ નિર્ણય કરી શકે છે.

Related posts

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!