BJP ઉપર હિંસા ભડકાવાનો આરોપ લગાવતા પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક નિર્ણય લીધો છે. મમતાએ બીજેપીને વિજય સરઘસ કાઢવાની પરવાનગી આપી નથી.

તેમણે પોલીસને કહ્યુ છેકે, તેનું ઉલ્લંઘન કરનારાની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નોર્થ 24 પરગના જીલ્લાના નિમતામાં માર્યા ગયેલાં TMC નેતાનાં ઘરે પહોંચેલી મમતાએ કહ્યુ હતુકે, બીજેપીએ વિજય સરઘસના નામે હુગલી, બાંકુરા, પુરૂલિયા અને મિદનાપુર જીલ્લાઓમાં અવ્યવસ્થા ફેલાવી છે.


જેથી હવેથી એક પણ વિજય સરઘસ નીકળશે નહી. કારણકે લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતને પણ 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે. તેમણે કહ્યુ હતુકે, કોઈ નેતા રાજ્યનાં તોફાનોની સ્થિતી પેદા કરવાના પ્રયાસ કરશે તો તેની સામે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી અને સ્થિતી બગાડતા રોકવા માટે કડક પગલાં ભરવા માટે કહ્યુ છે.

મંગળવારે 4-5 અજાણ્યા બાઈકસવારોએ ટીએમસી નેતા નિર્મલ કુંડુની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ઉલ્લેખનીય છેકે, પશ્વિમ બંગાળની કુલ 42 લોકસભા સીટોમાં સત્તાધારી ટીએમસીની 22 જ્યારે ભાજપે 18 સીટો મેળવી છે. ભાજપે અહીં 2014ની 16 સીટોની સામે 2019માં વધુ સીટો મેળવી છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….