GSTV
Home » News » મમતાના મહાગઠબંધન સમયે તમામ નેતાઓના હેલિકોપ્ટર ઉતર્યા તો પછી ભાજપના કેમ નથી ઉતરી રહ્યા

મમતાના મહાગઠબંધન સમયે તમામ નેતાઓના હેલિકોપ્ટર ઉતર્યા તો પછી ભાજપના કેમ નથી ઉતરી રહ્યા

mamata banerjee links poll to bjp

તો સીબીઆઈ પહોંચી કલકત્તામાં અને કલકત્તાની પોલીસે રોકી લીધી. મામલો બિચક્યો અને મમતા દીદી ધરણા પર ઉતરી આવ્યા. સીબીઆઈની ધરપકડ કરવામાં આવી. પોલીસ સ્ટેશને લઈ જઈ છોડી દેવામાં આવ્યા. મમતા કેન્દ્ર સરકારની સામે લાલ આંખ કરી અને સુપ્રીમ કોર્ટે કમિશ્નરને સીબીઆઈની સામે રજૂ કરવા માટે કહ્યું. પણ ધરપકડ નહીં કરવામાં આવે. મમતાએ સુપ્રીમ કોર્ટની આ વાતને લોકતંત્રની જીત બતાવી છે. તો કેન્દ્ર સરકાર પણ મમતાની બોલીમાં જ બોલી આને લોકતંત્રની જીત બતાવી રહી છે.

હજુ પણ કોઈ બીજેપીનો નેતા મમતા બેનર્જીના ગઢમાં રેલી નથી કરી શક્યો. રેલીમાં આવવાની ઈચ્છા રાખે છે અને રનવે ખરાબ થઈ જાય છે. આખરે શા માટે મમતા બેનર્જી દિલ્હીમાં ભાજપની કોઈ પણ રેલી નથી થવા દઈ રહી. હાલમાં જ શિવરાજ સિંહ ચૌહાણને બંગાળના મિદનાપુરમાં રેલી કરવી હતી પણ તેમને પરમિશન ન મળી. આ વિશે શિવરાજે કહ્યું કે, આ લોકતંત્ર પર હુમલો છે. સંવિધાન કહે છે કે અલગ અલગ રાજનૈતિક દળો પોતાની વાત લોકો સામે રાખે. આખરે મમતા કોનાથી ડરેલા છે. બંગાળ સરકાર આમ શા માટે કહી રહી છે. હું આવતી કાલે જવાનો હતો. બહરામપૂરમાં રેલી હતી. જ્યાં હેલિકોપ્ટર ઉતારવાની પરમિશન ન આપવામાં આવી. મેદાનની પણ મંજૂરી ન આપવામાં વી. મોદી સરકારની લોકપ્રિયતાથી ડરી ગઈ છે મમતા સરકાર. એ કોઈ પણ રીતે ભાજપના વધી રહેલા હાથને રોકવા માગે છે.

ભાજપ અને મમતાનો આ ઝઘડો 22 જાન્યુઆરીના રોજ પહેલી વખત ગરમાયો હતો. આ તારીખે બીજેપીના અધ્યક્ષ અમિત શાહની માલદામાં રેલી હતી. પણ આ પહેલા વિવાદ પણ થયો હતો. અમિત શાહના હેલિકોપ્ટરને માલદામાં ઉતારવાની જગ્યા જ ન મળી. આ આદેશ ચાર દિવસ પહેલા એટલે કે 18 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. માલદાના પ્રશાસને કારણ પણ જણાવ્યું કે, માલદા એરપોર્ટ પર અપગ્રેડેશનનું કામ જોરોશોરોથી ચાલી રહ્યું હતું. ભારે માત્રામાં મોરંગ, ડસ્ટ જેવો સમાન રનવે પર ફેલાયેલો પડ્યો હતો. ટેમ્પરરી હેલિપેડ પણ માલદના એરપોર્ટ પર હેલિકોપ્ટરને લેડ કરાવવા માટે સુરક્ષિત નથી. આ માટે પરમિશન દેવામાં ન આવી.

જવાબ સાંભળ્યા બાદ 18 જાન્યુઆરીના રોજ બીજેપી માલદાના મહાસચિવ ગોપાલ સાહાએ આરોપ લગાવ્યો કે, ત્યાં દર બુધવારે બંગાળની સરકાર પોતાનું હેલિકોપ્ટર ઉતારે છે. જ્યારે બંગાળ સરકાર ઉતારી શકે ત્યારે અમને શા માટે પરમિશન નથી આપવામાં આવતી. એ પછી 22 જાન્યુઆરીના રોજ પરમિશન આપી દેવામાં આવી હતી. જગ્યા બીજી હતી. માલદા એરપોર્ટની જગ્યાએ હોટલ ગોલ્ડન પાર્કની સામે એરપોર્ટ ઉતારવામાં આવ્યું હતું. જ્યાં સીએમનું હેલિકોપ્ટર પણ ઉતરે છે. એ પછી માલદામાં રેલી થઈ અને અમિત શાહ મનભરીને મમતા બેનર્જી પર વરસ્યા.

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, જે હેલિપેડ પર અમિત શાહના હેલિકોપ્ટરને ઉતારવાની પરમિશન આપવામાં આવી નથી. ત્યાં જ મમતા અને મિથુનના હેલિકોપ્ટર ઉતરે છે. તેમણે કહ્યું કે બીજેપી મમતા સરકારની અલોકતાંત્રિક કોશિષથી રોકાવાની નથી. આ પહેલા 5 ફેબ્રુઆરીએ યોગી સરકારને પણ રોકી હતી. આજ તારીખે શાહનવાઝ હુસૈનના હેલિકોપ્ટર સાથે પણ એવું જ થયું. હવે વાત એ છે કે મહાગઠબંધન સમયે મમતા બેનર્જીના અઢળક નેતાઓ ઉતર્યા ત્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવી પણ જ્યારે ભાજપનું હેલિકોપ્ટર ઉતારવાનું હોય છે ત્યારે જ શા માટે સમસ્યા આવી જાય છે. હવે સૌથી મોટી સમસ્યા તો એ છે કે મમતા બેનર્જી રેલી કરવાની પરમિશન નથી આપી રહ્યા. હેલિકોપ્ટર ઉતારવાની પણ પરમિશન નથી આપી રહ્યા અને ભાજપ છે કે તેને ત્યાં જ 100 રેલી કરવી છે. લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણી બંગાળમાં હેલિકોપ્ટર ઉતારવામાં જ પૂર્ણ થઈ જશે.

READ ALSO

Related posts

નાસાની આ તસવીર પંજાબ અને હરિયાણા સરકારની ખોલી દેશે પોલ, પ્રદૂષણ હજુ વધશે

Mayur

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur

રેલવેમાં નોકરી હવે સપનું બનશે : સરકારે લીધો આ નિર્ણય, રેલભવનમાં સન્નાટો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!