GSTV
Home » News » ડોકટરો પર દીદી બગડ્યા: કહ્યું, હડતાળ સમેટી ફરજ પર હાજર થાવ નહિંતર…

ડોકટરો પર દીદી બગડ્યા: કહ્યું, હડતાળ સમેટી ફરજ પર હાજર થાવ નહિંતર…

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ હડતાળ પર ઉતરેલા ડોકટરોને કામ પર પરત ફરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. ગુરૂવારે બપોર સુધી તબીબો પરત ફરજ પર નહિં વળે તો તેમની સાથે જોયા જેવી થશે. પોતાનાં સાથીકર્મીઓ સાથે મારકુટ કરાતા તબીબો વિરોધ કરી રહ્યા હતાં. મમતા દીદી એ જણાંવ્યું કે જો ડોકટરો આદેશનું પાલન નહિં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

એનઆરએસ મેડિકલ કોલેજમાં બે સાથી ડોકટરો સાથે મારપીટ કર્યા પછી ડોકટરો હડતાળ પર છે. તેમજ ન્યાય આપાવાની માગ કરી રહ્યા છએ. ડોકટરોની હડતાળને કારણે છેલ્લા બિ દિવસથી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોનાં ઇમરજન્સી વોર્ડ, પેથોલોજી વોર્ડ તેમજ અન્ય સુવિધાઓ બંધ છે. આ સિવાય ખાનગી હોસ્પિટલ પણ બંધ છે.

દર્દી સિવાય કોઇ પણ હોસ્પિટલમાં નહિં રોકાય – મમતાદીદી

તબીબોની હડતાળને કારણે રાજ્યમાં પ્રભાવિત થયેલી મેડિકલ સેવાઓને ધ્યાને રાખીને સીએમ મમતા બેનરજી કોલકાતાનાં એસએસકેએમ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તેમણે પોલીસેને હોસ્પિટલ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ જણાંવ્યું હતું કે દર્દીઓ સિવાય કોઇને હોસ્પિટલમાં રહેવાની મંજૂરી ન આપવી.

ભાજપ હડતાળને કોમી રંગ આપવા માગે છે – સીએમ બેનરજી

બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ દાવો કર્યો છે કે, ડોકટરોની આ હડતાળ તેમનાં રાજકિય હરીફોનું ષડયંત્ર છે. તેમણે જણાંવ્યું કે હું આ ઘટનાની નિંદા કરુ છું. આ સીપીઆઇ અને ભાજપની ગંદી ચાલ છે. તેમણે કહ્યું કે મોડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પરેશાની વધારવા માટે બહારનાં લોકો આવી રહ્યા છે. ભાજપ આ હડતાળને સાંપ્રદાયિક રંગ આપવા માગે છે.

મમતા દીદીએ જણાંવ્યું કે, ભાજપ ડાબેરીઓની મદદથી હિંદુ-મુસ્લિમ રાજનિતી કરે છે. ભાજપ પ્રમુખ અમિત શાહ પોતાની પાર્ટીનાં કાર્યકરોને તંગદિલી ભર્યુ વાતાવરણ બનાવવા માટે અને ફેસબુક પર પ્રોપેગેંડા ચલાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. બીજી તરફ બંગાળ ભાજપનાં નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો છે કે, એક વિશેષ સમુદાયનાં લોકોએ ડોકટરો પર હુમલો કર્યો છે. હુમલાખોરો ટીએમસી સાથે જોડાયેલા છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!