GSTV
Home » News » માલ્યાને આ વર્ષે ભારત નહીં લાવી શકાય, બ્રિટનની હાઇકોર્ટ 2020માં સુનાવણી કરશે

માલ્યાને આ વર્ષે ભારત નહીં લાવી શકાય, બ્રિટનની હાઇકોર્ટ 2020માં સુનાવણી કરશે

નવ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચરી બ્રિટન ભાગી ગયેલ વિજય માલ્યાને આ વર્ષે ભારત લાવવો મુશ્કેલ થઇ જશે કેમ કે માલ્યાએ બ્રિટનની હાઇકોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદા સામે જે અરજી કરી છે તેની સુનાવણી હવે આગામી વર્ષે થશે. અગાઉ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી હતી, જોકે માલ્યાએ વેસ્ટમિન્સ્ટર કોર્ટના આદેશને બાદમાં બ્રિટનની હાઇકોર્ટમાં પડકાર્યો છે. માલ્યાની આ અરજીની સુનાવણી વેળાએ કોર્ટે હવે આગામી આગામી વર્ષે ફેબુ્રઆરી મહિનામાં ફરી સુનાવણી કરવાનું નક્કી કર્યું છે તેથી આ વર્ષે માલ્યાને પરત ભારત લાવવો અશક્ય છે. 

વિજય માલ્યાએ વેસ્ટ મિન્સ્ટર કોર્ટનો જે ચુકાદો આવ્યો તેને પડકારવા માટે લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અનુમતી માગી હતી, માલ્યાને આ અનુમતી આપી દેવામાં આવી હતી, જે બાદ માલ્યાએ હાઇકોર્ટમાં અપીલ કરી છે.જો માલ્યાને અપીલની અનુમતી આપવામાં ન આવી હોત તો પુરી શક્યતાઓ હતી કે આ વર્ષે જ માલ્યાને ભારત લાવવામાં આવત. બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવિદે માલ્યાને ભારત મોકલવાના આદેશ પર સહી પણ કરી લીધી હતી.

બીજી તરફ માલ્યાએ પણ કહ્યું હતું કે તે બેંકોના મુળ પૈસા પરત આપવા માટે તૈયાર છે પણ તેનું વ્યાજ નહીં ચુકવી શકે. જ્યારે માલ્યાને અપીલની અનુમતી આપવામાં આવી ત્યારે રોયલ કોર્ટના જજ લેગાટે કહ્યું હતું કે વેસ્ટમિન્સ્ટર કોર્ટના ચુકાદો આપનારા જજે કહ્યું હતું કે સરકારે પ્રથમદ્રષ્ટી કેસ બનાવ્યો છે, જજનું આ અવલોકન કે ધારણા જ ખોટી છે માટે માલ્યાને અપીલની અનુમતી મળી ગઇ હતી. 

કોઇ પણ સંજોગોમા માલ્યાને પરત લાવીશું : વિદેશ મંત્રાલય 

બ્રિટનની કોર્ટમાં વિજય માલ્યાને લઇને હવે આગામી વર્ષે ચુકાદો આવશે તેથી માલ્યાને હાલ આ વર્ષે ભારત લાવવો મુશ્કેલ છે. આ પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે વિજય માલ્યાને લઇને જે પણ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે. બ્રિટનની હાઇકોર્ટમાં વિજય માલ્યાના કેસ સમયે ભારત બનતી બધી જ કોશીશ કરશે અને ભારત તરફી જ ચુકાદો આવશે. કોઇ પણ સંજોગોમાં માલ્યાને ભારત પરત લાવવામાં આવશે.

READ ALSO

Related posts

અસ્ત થયા અરૂણ: મોદી-શાહનાં સંકટમોચક અરૂણ જેટલીનું પાકિસ્તાન કનેક્શન કંઇક આવું હતું

Riyaz Parmar

અરૂણ જેટલીની ઈચ્છા CA બનવાની હતી પણ પિતાને જોઈ વકિલ બન્યા

Mayur

આજે અરૂણ જેટલી મોદી સાથે હોત તો ન ફૂકાયો હોત મંદીનો વાયરો, સરકારના હતા સંકટમોચક

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!