GSTV
Gujarat Government Advertisement

4 વર્ષથી વિદેશમાં જલસા કરતો માલ્યા આજે લવાશે ભારત, મોદી સરકારને મોટી સફળતા

Last Updated on June 3, 2020 by Mansi Patel

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ગમે ત્યારે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેથી તેને મુંબઇ લાવવામાં આવશે. તપાસ એજન્સીઓના કેટલાક સૂત્રોએ સંકેત આપ્યો છે કે સોમવારે રાત્રે વિજય માલ્યાને લઈને વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કરી શકે છે. જો તે આજે રાત્રે મુંબઇ પહોંચશે તો તેને થોડા સમય માટે સીબીઆઈ ઓફિસમાં રાખવામાં આવશે. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો દિવસે આવશે તો સીધો તેને કોર્ટમાં રજૂ કરાશે.

mallya chor

સીબીઆઈ અને ઇડી બંને એજન્સીઓ કોર્ટમાં તેના રિમાન્ડ માગશે

માલ્યા મુંબઇ પહોંચતા જ મેડિકલ ટીમ તેના સ્વાસ્થ્યની ચકાસણી કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના કેટલાક અધિકારીઓ વિમાનમાં માલ્યાની સાથે હશે. જો માલ્યા દિવસમાં ભારત આવે છે, તો તેને એરપોર્ટથી સીધા કોર્ટમાં લઈ જવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઈ અને ઇડી બંને એજન્સીઓ કોર્ટમાં તેના રિમાન્ડ અંગેની માંગ કરશે.

2 માર્ચ, 2016 ના રોજ યુકે ભાગી ગયો હતો

ધ્યાન રહે કે યુકેની અદાલતે ઓગસ્ટ 2018માં માલ્યાની અરજી પર સુનવણી કરતી વખતે ભારતીય તપાસ એજન્સીઓ પાસે તેને રાખવામાં આવનાર જેલ વિશે વિસ્તૃત માહિતી માગી હતી કે પ્રત્યાર્પણ પછી માલ્યાને ક્યાં રાખવામાં આવશે. ત્યારબાદ એજન્સીઓએ મુંબઈ સ્થિત આર્થર રોડ જેલના એક સેલનો વીડિયો યુકેની એક કોર્ટને આપ્યો. જ્યાં માલ્યાને ભારતમાં લાવ્યા પછી રાખવાની યોજના છે. એજન્સીઓએ ત્યારબાદ યુકેની કોર્ટને ખાતરી આપી હતી કે માલ્યાને બે માળીયા આર્થર રોડ જેલ સંકુલની અંદર ખૂબ સુરક્ષિત બેરેકમાં રાખવામાં આવશે. બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા પર દેશની 17 બેંકોનું 9,000 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાનું બાકી છે. તે ભારત છોડીને 2 માર્ચ, 2016 ના રોજ યુકે ભાગી ગયો હતો. ભારતીય એજન્સીઓએ માલ્યાના પ્રત્યાર્પણ માટે યુકેની કોર્ટમાં અપીલ કરી હતી અને લાંબી લડાઇ બાદ યુકે કોર્ટે 14 મેના રોજ માલ્યાની ભારત પ્રત્યાર્પણની અપીલ પર મહોર લગાવી દીધી.

વિજય માલ્યા

આર્થરરોડ જેલમાં ખૂંખાર કેદીઓને રાખવામાં આવી ચૂક્યા

આર્થરરોડ જેલમાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલા કેટલાય કુખ્યાત ગુનેગારો અબુ સલેમ, છોટા રાજન, મુસ્તફા ડોસાને રાખવામાં આવ્યા હતા. 26/11 ના મુંબઈ હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પણ આ જ જેલમાં સખ્ત સુરક્ષા હેઠળ આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. શીના બોરા હત્યા કેસના આરોપી પીટર મુખર્જી અને પંજાબ નેશનલ બેંક (પીએનબી) ને રૂ .13,500 કરોડનો ચૂનો લગાવનાર- ઠગાઈ કરનાર વિપુલ અંબાણી પણ આ જેલની હવા ખાઈ ચૂક્યા છે. આર્થરરોડ જેલમાં ખૂંખાર કેદીઓને રાખવામાં આવી ચૂક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!