લોકપાલની પેનલની બેઠકમાં હાજર રહેવાથી મલ્લિકાર્જુનનો ઈનકાર, પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિશેષ આમંત્રીત સભ્ય તરીકે બોલાવવાનો વિરોધ કરતા શુક્રવારે પ્રસ્તાવિત લોકપાલ પસંદગી સમિતિની બેઠકનો ફરી એકવાર બહિષ્કાર કરી દીધો. વિશેષ આમંત્રિત સભ્ય તરીકના નિમંત્રણનો વિરોધ કરતા ખડગેએ પહેલા પણ ઘણી વખત આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે લોકપાલ અધિનિયમ-2013ની કલમચારમાં વિશેષ આમંત્રિત સભ્યના લોકપાલ પસંદગી સમિતિની બેઠકમાં હોવા અથવા તેના બેઠકમાં સામેલ થવા અંગે કોઇ જોગવાઇ નથી.

ખડગેએ આરોપ લગાવ્યો કે 2014માં સત્તારૂઢ થયા બાદ આ સરકારે લોકપાલ કાયદમાં એવો સુધારો કરવાનો કોઇ પ્રયાસ ન કર્યો કે જેથી વિપક્ષની સૌથી મોટી પાર્ટીના નેતા પસંદગી સમિતિના સભ્ય તરીકે બેઠકમાં સામેલ થઇ શકે. ખડગેએ કહ્યું કે મારા બેઠકમાં સામેલ ન થવાનું બહાનું બનાવીને આ સરકારે છેલ્લા પાંચ વર્ષથી લોકપાલની નિમણૂંક નથી કરી. જે થોડી ઘણી પ્રગતિ થઇ છે તે સુપ્રીમ કોર્ટના દબાણના કારણે થઇ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter