GSTV
India News Trending

રાજકારણ / મલ્લિકાર્જુન ખડગેએ મોદીને રાવણ કહેતાં કોંગ્રેસમાં ઉચાટ, પ્રમુખનું નિવેદન ભાજપને ફાયદો કરાવશે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદીને રાવણ સથે સરખાવતાં કોંગ્રેસમાં ઉચાટ છે. કોંગ્રેસીઓનું માનવું છે કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે ને પહેલા તબક્કાના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોદી માટે કરાયેલું આ નિવેદન ભાજપને ફાયદો કરાવશે.

ખડગેએ કહેલું કે, વડાપ્રધાન કહે છે કે બીજે ક્યાંય ન જુઓ પણ મને એટલે કે મોદીને જોઈને મત આપો. હવે કેટલી વાર તમારું મોઢુ જોઈએ? કોર્પોરેશનની ચૂંટણીમાં અમે તમારું મોઢું જોયું, ધારાસભાની ચૂંટણીમાં મોઢું જોયું,, લોકસભાની ચૂંટણીમાં મોઢું જોયું, દરેક ચૂંટણીમાં તમારું મોઢું જોયા કરીએઅ તો તમારી પાસે રાવણની જેમ 100 મોઢાં છે?

ખડગેએ આ પહેલાં મોદીને જુઠ્ઠાણાંના સરદાર જણાવ્યા હતા. ખડગેએ પોતે દલિત હોવાનો મુદ્દો ઉઠાવીને ખગડેએ કહેલું કે, મોદી હંમેશાં દાવો કરે છે કે હું ગરીબ છું પણ અમે ગરીબોમાં સૌથી ગરીબ છીએ. અમે તો અસ્પૃશ્ય એ છીએ. તમારી ચા તો કોઈ પીવે છે, મારી તો ચા પણ કોઈ પીતું નથી.

READ ALSO

Related posts

Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી

GSTV Web Desk

શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક

Akib Chhipa

અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી

GSTV Web Desk
GSTV