GSTV
Home » News » પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

બોલિવુડની મલ્લિકા શેરવાત એક સમયની બહુ ચર્ચિત અભિનેત્રી રહી છે. તેણે ખ્વાહીશ, મર્ડર, ડરના જરૂરી હે અને હિસ્સ જેવી 40 ફિલ્મોમાં કાર્ય કર્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર જેકી ચેનની સાથે ચીની ફિલ્મ ધ મિથમાં પણ કામ કર્યું છે. 24 ઓક્ટૂમ્બર 1976નાં રોજ હરિયાણાનાં હિસ્સારમાં જન્મી મલ્લિકા શેરાવતનું અસલી નામ રીમા લાંબા છે. મલ્લિકાએ મર્ડર ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં હોટનેસ અને્ બોલ્ડનેસનો નવો ચિલો પાથર્યો છે.

બોલીવુડમાં આવતા પહેલા મલ્લિકા શેરાવતનાં લગ્ન થયાં હતાં. સમાચાર મુજબ, મલ્લિકાના લગ્ન દિલ્હીના રહેવાસી કરણસિંહ ગિલ સાથે થયા હતા, જે પાઇલટ હતા. જો કે, પછીથી બંને અલગ થઈ ગયા. મલ્લિકા અનેક એડ શૂટમાં પણ જોવા મળી છે. આ સિવાય તેણે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

મલ્લિકાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરીના કપૂર-તુષાર કપૂર અભિનીત ફિલ્મ જીના સિર્ફ મેરે લિએ થી કરી હતી. આ પછી તે 2003 માં આવેલી ફિલ્મ ‘ખ્વાહિશ’માં જોવા મળી હતી. તેના કિસિંગ સીનની આ ફિલ્મમાં ખૂબ ચર્ચા થઈ હતી. મલ્લિકા મુખ્ય અભિનેત્રી ફિલ્મ મર્ડર હતી. મુખ્ય અભિનેત્રી તરીકે મલ્લિકાની ફિલ્મ હિટ બની હતી અને તે રાતોરાત સ્ટાર બની હતી.

મલ્લિકા પ્રથમ ભારતીય અભિનેત્રી છે જેણે સુપ્રસિદ્ધ પ્લેબોય મેગેઝિનનાં કવર પેજ પર ન્યૂડ પોઝની ઓફરા મળી હતી. જોકે મલ્લિકાએ આ ઓફરને ફગાવી દીધી હતી. કારણકે તેને ડર હતો કે આ પછી બોલીવુડમાં મને બ્લેકલિસ્ટ કરી દેશે.

READ ALSO

Related posts

એક બાદ એક પાકિસ્તાની એક્ટ્રેસ શા માટે અપલોડ કરી રહી છે નગ્ન તસવીરો ? વધુ એક અભિનેત્રીએ ન્યૂડ ફોટો કર્યો શેર

Bansari

જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે લતા મંગેશકર, ICUમાં તેમના ગીતો જ બન્યાં સૌથી મોટી તાકાત

Bansari

આધારમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!