સોશિયલ મીડિયામાં પોતાની ઈમેજ બનાવવા શહીદો વિશે આવુ બોલી મલ્લિકા દુઆ

સ્ટેન્ડઅપ કોમેડિયન મલ્લિકા દુઆ પોતાનાં વિવાદીત બયાને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. કાશ્મીરનાં પુલવામા આતંકી હુમલામાં શહિદ સીઆરપીએફ જવાનો મામલે તેણે વિવાદિત બયાન આપ્યું છે. જો કે મલ્લિકાની ટિપ્પણી બાદ લોકો તેને સોશ્યલ મીડિયામાં ભરપૂર ટ્રોલ કરી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગત રવિવારે મલ્લિકાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયા શેર કર્યો હતો. ઘણાં લોકો સોશ્યલ મીડિયામાં એવું કહે છે કે, પુરો દેશ ગમગીન છે ત્યારે તમે કેવી રીતે ખુશીથી સામાન્ય જવન જીવી શકો છો.

લોકો આ વાત માત્ર મને કહેતા નથી. પરંતુ દેખાવ કરતા નજરે પડે છે. હું પુછવા માંગુ છું કે, દરરોજ લોકો ભુખમરો,બેરોજગારી, તણાવ જેવી અનેક મુશ્કેલીને કારણે મોતને ભેટી રહ્યા છે. આવું માત્ર આપણાં દેશમાં નથી થતું, પુરી દુનિયામાં લોકો મરે છે. શું ત્યારે તમે તમારી જીંદગી જીવતા નથી. માત્ર શોક મનાવવો એ જ આપણું કામ છે. તો પછી આપણે દરરોજ શોક મનાવવો જોઈએ. આ શું મુર્ખાવેળા છે. બધી વાતો બકવાસ છે.

જે લોકો એવું કહે છે કે, અમે જંગ લડિશું, તેમની લાયકાત શું છે? તમે લોકો ફોન કરીને એક પિત્ઝા ન મંગાવી શકો, તમે શું જંગ કરવાનાં. દરેક મુસ્લિમને એવું કહેવાનું બંધ કરો કે તમે પાકિસ્તાન જાવ. જો આવીજ વિચારસરણી છે, તો પછી મુસ્લિમો તો દુનિયાનાં અલગ-અલગ દેશોમાં છે.

મલ્લિકા દુઆનો 4 મિનીટ અને 46 સેકન્ડનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. સોશ્યલ મીડિયા પર મલ્લિકા દુઆ ટ્રોલ થઈ રહિ છે. ઘણી કમેન્ટમાં લોકો મલ્લિકા દુઆને માનસિક રીતે બિમાર ગણાવી રહ્યા છે.ઘણાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે, જવાનો શહિદ થયા ત્યારે તમે કાંઈ પોસ્ટ ન કર્યુ, હવે તમારી આ વાતોથી અમે આશ્ચર્યમાં છે.

મહત્વનું છે કે ગત 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરનાં પુલવામા માં સીઆરપીએફનાં 40 જવાનો શહિદ થયા છે. આતંકી ઘટના બાદ સમગ્ર દેશમાં ભારોભાર ગુસ્સો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter